Navsari: ચીખલી પોલીસ સ્ટેશનમાં એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ, પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

Chikhli Custodial Death : ચીખલી પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ સુરક્ષા ન હોવાના કારણે આરોપીઓએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોએ માર મારવાના કારણે મોત થયું હોવાના આરોપ પોલીસ પણ કર્યા છે.

Navsari: ચીખલી પોલીસ સ્ટેશનમાં એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ,  પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
Navsari 2 theft accused mysteriously died in Chikhli police station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:27 AM

Navsari: જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station) માં એક સાથે બે શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ (Custodial Death)ને પગલે નવસારી જિલ્લા પોલીસ (Navsari District Police) દોડતી થઇ ગઇ છે. પરિવારજનો અને સમાજના લોકોના આરોપોને પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic postmortem) કરી મોતની તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે. એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથના પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આરોપીઓની હત્યા કે આત્મહત્યા ? ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station)માં વાહન ચોરીના શંકાસ્પદ આરોપીઓના રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં પંખા સાથે લટકીને આત્માહત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઇ છે. ગતરોજ ચીખલીના વાહન ચોરીના ગુનામાં શંકાના આધારે વઘઇ તાલુકાના બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જેમના નામ નિલ સુરેશ પવાર, ધોળી પાડા, વઘઇ અને રવિ સુરેશ જાદવ, નાકા ફળિયા, વઘઇ હતા, જેમણે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ પોલીસ મથકના બંધ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

ચીખલી પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ સુરક્ષા ન હોવાના કારણે આરોપીઓએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોએ માર મારવાના કારણે મોત થયું હોવાના આરોપ પોલીસ પણ કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસની કામગીરી સામે અનેક સવાલો ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station)માંમાં એક સાથે બે શંકાસ્પદ આરોપીના મોતને પગલે પોલીસની ઉંઘ હરામ થઇ છે. શંકાસ્પદ આરોપીઓના મોતને પગલે પોલીસની કામગીરી સામે પણ પરિવારજનો સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસ યુવાનોના મોતને પગલે તપાસ ટીમો બનાવી જવાબદારો સામે તપાસ બાદ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે, પરંતુ પોલીસની કામગીરી સામે પ્રથમ દ્રષ્ટીએ કેટલાક સવાલો પણ ઉભા થયા છે

1)આરોપીઓને પકડવા ગયેલી ચીખલી પોલીસ ડાંગ જિલ્લા પોલીસને સાથે રાખીને આરોપીની અટકાયત કરી હતી કે કેમ ? 2)ચીખલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લાવ્યાં બાદ પોલીસ ડાયરીમાં નોંધ કરાવી હતી કે કેમ ? કે પછી ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ? 3)શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં રાખી ખાનગી બંધ રૂમમાં કેમ રાખવામાં આવ્યા ? 4)પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપીઓની સાથે સુરક્ષા ગાર્ડ કેમ ન હતા ? 5)પ્રથમ દ્રષ્ટિએ પોલીસની બેદરકારી જણાશે તો પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ ?

કસ્ટોડિયલ ડેથ (Custodial Death) ના પગલે પરિવારજનોએ પોલીસ પર આરોપ કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic postmortem) હાથ ધરવામાં આવ્યું છે, સાથે પોલીસ વિભાગની અનિયમિતતા છે કે કેમ તેને સાથે રાખી DySPની અધ્યક્ષતામાં ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. સાથે કસ્ટડીમાં મોત થતાં પ્રાંત અધિકારી અને JUDICIAL MAGISTRATE ની ટીમ બનાવી મોતનું કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">