Narmda: શાળાઓમાં વેકેશનમાં શરુ થતા જ ગુજરાતીઓ ફરવા નીકળ્યા, SOUમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો
મીડિયા રિપોર્ટસ અનુસાર SOUની મુલાકાત માટે બુકિંગ (Booking) પણ ચાલુ થઈ ગયા છે. ગરમી વધુ હોય નર્મદા ટેન્ટ સીટી (Tent City) 2 ખાતે ઇન્ડોર ગેમ અને સ્વિમિંગ પૂલની પણ સુવિધા હોય પ્રવાસીઓનું આકર્ષણ વધુ છે.

ગુજરાત શૈક્ષણિક બોર્ડની શાળાઓમાં ઉનાળુ વેકેશન (Summer vacation) શરુ થઇ ગયુ છે અને તે સાથે જ વાલીઓએ પોતાના બાળકો સાથે પ્રવાસ (Travel) પણ શરુ કરી દીધા છે. ગુજરાતવાસીઓ રાજ્યમાં જ ફરવા માટે સૌથી વધુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું (Statue of Unity) આકર્ષણ જોવા મળી રહ્યુ છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમથી નજીક આવેલુ આ સ્થળે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ઉનાળાની આકરી ગરમીમાં પણ પ્રવાસીઓ SOU જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે SOUમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દરેક માણસને મનોરંજન પુરુ પાડે તેવા અનેક આકર્ષણો છે. તેમજ ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઇ ગઇ હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે રોજના હજારો લોકો આવી રહ્યા છે. જો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરવા આવતા પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થાપન તંત્ર દ્વારા સુવિધાઓ વધારવાાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર SOUની મુલાકાત માટે બુકિંગ પણ ચાલુ થઈ ગયા છે. ગરમી વધુ હોય નર્મદા ટેન્ટ સીટી 2 ખાતે ઇન્ડોર ગેમ અને સ્વિમિંગ પૂલની પણ સુવિધા હોય પ્રવાસીઓનું આકર્ષણ વધુ છે. પ્રવાસીઓને હાલ ગરમીથી રાહત થાય તે માટે પુરે પુરી સુવિધા કરી દેવામાં આવી છે.
નર્મદા જિલ્લા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ પણ નર્મદા ડેમ અને પ્રકૃતિનો સુંદર નજારો માણવા મળે છે. સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઇની 182 ફુટ ઊંચી પ્રતિમા, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, રિવર રાફ્ટિંગ, ચિલ્ડ્રન પાર્ક, બોટિંગ, ક્રુઝ, કેક્ટસ ગાર્ડન, આરોગ્ય વન જેવા અનેક આકર્ષણોને કારણે પ્રવાસીઓ અહીં આવવુ વધુ પસંદ કરે છે. ત્યારે વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવા અનુમાનને લઈને SOU સત્તા મંડળે પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ વધારવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળને કારણે લોકો ફરવા બહાર નીકળી શકતા ન હતા. જો કે હવે કોરોનાના કેસોમાં પણ રાહત છે, ત્યારે લોકો પ્રવાસ ગોઠવી રહ્યા છે. તેમાં પણ ઉનાળાનું વેકેશન શરુ થઇ ગયુ છે ત્યારે માતા-પિતા બાળકોને લઇને ફરવા નીકળી રહ્યા છે.