રાજપીપલા : જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત કરાયું
ભરૂચના સાંસદ મનસુખ વાસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને લોકો આત્મનિર્ભર બન્યાં છે. રાજપીપલા શહેરમાં રેન બસેરાના નિર્માણ થકી આગામી સમયમાં નિરાધાર લોકોને આશ્રયસ્થાન મળી રહે છે.
નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, વિકલાંગ અને ગરીબ માણસ કે જેની પાસે રહેવા મકાન કે છત નથી તેવા નિરાધાર લોકો માટે રેન બસેરા ખૂબ જ આશિર્વાદરૂપ બની રહેશે- મંત્રી પૂર્ણેશ મોદી
Rajpipla:ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના (Purnesh Modi) હસ્તે આજે રાજપીપલાની સબ જેલ પાછળ, નિઝામશાહ દરગાહની બાજુમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત અંદાજે રૂ. 2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર (Ren Basera)રેન બસેરા (શેલ્ટર ફોર અર્બન હોમલેસ) ના ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. રાજપીપલા નગરપાલિકા ખાતે નવીન શેલ્ટર હોમમાં નિરાધાર લોકો માટે 100 જેટલાં વ્યક્તિઓની રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકા અને કલેકટરના પ્રયાસો થકી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ જરૂરીયાતમંદ લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. ત્યારે, જિલ્લામાં દિવ્યાંગ, વિકલાંગ અને ગરીબ માણસ કે જેની પાસે રહેવા મકાન કે છત નથી એવી વ્યક્તિઓને આશ્રયસ્થાન સરળતાથી મળી રહે તેમજ તેવા લોકોને રસ્તાઓ કે સડક પર સૂઇ રહેવું ન પડે તે માટે રેન બસેરાનું ખાતમૂહર્ત કરીને એક નવી પહેલ કરી હોવાનું જણાવ્યું હતું. આ રેન બસેરામાં વિનામૂલ્યે રહેવા, જમવાની વ્યવસ્થા ઉપરાંત વીજળી, પાણી સહીત પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ રેન બસેરા જરૂરીયાતમંદ લોકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ બની રહેશે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ “સૌના સાથ સૌના વિકાસ” થકી પ્રત્યેક વ્યક્તિને આવાસ, વીજળી, ગેસ સિલીન્ડર, નલ સે જલ યોજના સહિત અનેકવિધ જનઉપયોગી યોજનાઓના લાભો છેવાડાના લોકોને સરળતાથી મળી રહે અને આ વિવિધ યોજનાઓના લાભો લઇને લોકો આત્મનિર્ભર બને તે દિશાના અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે. વિશ્વના અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યાં ત્યારે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી હોવાનું મોદીએ જણાવ્યું હતું.
ભરૂચના સાંસદ મનસુખ વાસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે જેનો લાભ લઇને લોકો આત્મનિર્ભર બન્યાં છે. રાજપીપલા શહેરમાં રેન બસેરાના નિર્માણ થકી આગામી સમયમાં નિરાધાર લોકોને આશ્રયસ્થાન મળી રહે છે. “નોંધારાના આધાર” પ્રોજેક્ટ થકી જિલ્લાના ઘર વિહોણા અનેક લોકોને સરકારની અનેકવિધ યોજનાઓના લાભો પૂરા પાડ્યાં છે. તેની સાથોસાથ રાજપીપલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ પાઇપલાઇનના કામો ચાલી રહ્યાં જે કામો પણ ખૂબ ઝડપથી પૂર્ણ કરાશે અને જેના વિકાસના ફળ રાજપીપલા વાસીઓને મળશે. કોરોનાના સમયમાં પણ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ખૂબ જ સારી કામગીરી કરી હોવાની સાથે નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે ઘણી બધી મોટી ભેટ મળી હોવાનું વસાવાએ જણાવ્યું હતું.
પ્રારંભમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલે સૌને આવકારી રેન બસેરા (શેલ્ટર ફોર અર્બન હોમલેસ) વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. અંતમાં ગુજરાત લાઇવલીહુડ મિશનના મેનેજર નિશાબેન પરમારે આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, રાજવી પરિવારના રૂકમણીદેવી ગોહિલ સહિત નગરપાલિકાના સભ્યઓ, રાજપીપલા શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : IND VS WI: વિરાટ કોહલીએ ફ્લોપ હોવા છતાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિનને 25 ઇનિંગ્સ પહેલા પાછળ રાખ્યો
આ પણ વાંચો : Surat : AAPમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો ગદ્દાર છે તેવા બેનરો લગાવ્યા