Surat : AAPમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો ગદ્દાર છે તેવા બેનરો લગાવ્યા
સુરતના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પક્ષનો છેડો ફાડી ભાજપમાં ગયા બાદ રાજકારણ ગરમાયું છે. પાંચ કોર્પોરેટરો ભાજપમાં ગયા બાદ તેઓએ આપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે. સાથે હજી પણ કેટલાક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
Surat : ગુજરાતમાં આ વખતે રાજકારણમાં સુરતમાં ઉથલપાથલને લઈને રાજકારણમાં ગરમાટો જોવા મળશે. અને તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યાં છે. કારણ કે પહેલા (AAP) આપમાંથી મહેશ સવાણીનું રાજીનામુ બાદમાં સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠી હતી. પણ ત્યારે હજુ તો પાંચ વર્ષ પૂર્ણ થયા નથીને તેમના કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાતા અચાનક જ રાજકીય ગરમાટો આવ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જે વિસ્તારમાં કોર્પોરેટરો (Corporators)પક્ષ પલટો કર્યો તે વિસ્તારમાં તેમના ફોટો બેનરો (Banners)સાથે લોકોની માફી માંગી હતી.
જો બેનરોની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આપણા પાંચ કોર્પોરેટરો પક્ષ છોડી ભાજપમાં જતા તેમના વિરુદ્ધ વરાછા વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે.અને વિસ્તારમાં સ્પીક સાથે લોકોને જાગૃત કર્યા હતા પણ ત્યાં આવી પહોંચી પોલીસ.
સુરતના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પક્ષનો છેડો ફાડી ભાજપમાં ગયા બાદ રાજકારણ ગરમાયું છે. પાંચ કોર્પોરેટરો ભાજપમાં ગયા બાદ તેઓએ આપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે. સાથે હજી પણ કેટલાક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જેથી ક્યાંકથી આમ આદમી પાર્ટી ચિંતામાં મુકાઈ છે. અચાનક પાંચ કોર્પોરેટરોએ સફળતા આપનાર નેતાઓ બન્યા છે. આપ દ્વારા પગ છોડી ગયેલા કોર્પોરેટરો સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જેની સાથે રાજકારણમાં ગરમાવા ઉપરાંત વરાછા અનવ ડભોલીના કેટલાક વિસ્તારોમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટરો વિરુદ્ધ બેનર લગાવેલા જોવા મળી રહ્યા છે. પક્ષ છોડી ગયેલા ગદ્દાર છે તેવા બેનર રાત્રે કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ વધુ આક્રમક બને તેવી શક્યતા નકારી શકાતી નથી.પણ સાથે કેટલાક આમઆદમી પાર્ટીના કાર્યરકો બેનરો સાથે એક માઈક લઈને જે વિસ્તારમાં તેમને મત મળ્યા અથવા તો વિજેતા થતા તે વિસ્તારમાં લોકોની માફી માંગી રહ્યા હતા. કારણ કે તમે અમારી પર વિશ્વાસ મુક્યો અને આ લોકો પક્ષ પલટો કરી ગયા જેથી ફોટો સાથે બેનરો લઈ આ ગદારો છે તેમ કહી લોકોને મેસેજ મોકલવામાં આવતો હતો. ત્યારે ચોક બજાર પોલીસ પહોંચી અને કેટલાક કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા બાદમાં છોડી પણ દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : લતા મંગેશકરે સાંસદ તરીકે ક્યારેય પગાર ભથ્થું નથી લીધું, સંસદમાં જ્યારે ગાયું ‘સારે જહાં સે અચ્છા’, જુઓ ખાસ વીડિયો
આ પણ વાંચો : Navsari : ઘરેલું ઝઘડામાં પતિએ પત્ની અને 4 વર્ષની દીકરીનું ઢીમ ઢાળ્યું, હત્યારો પોલીસ ગિરફ્તમાં