Narmada : Vibrant Gujarat-Vibrant Narmada અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી 19 ઓક્ટોબરે અનોખું આકર્ષણ ઉભું કરશે

|

Oct 17, 2023 | 1:21 PM

Narmada : નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા(The world's Tallest Statue) સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) વિશ્વભરના પ્રવસીઓમાં આકર્ષણનું કેન્દ્ર ની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઉંચાઈ 182 મીટર છે. આ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યમાં કેવડિયા નજીક આવેલી છે. ભારતીય સ્વતંત્રતા સેનાની અને આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા તેમના સ્વભાવની દ્રઢ મક્કમતા અને ઉચ્ચ વિચારોને રજૂ કરે છે.

Narmada : Vibrant Gujarat-Vibrant Narmada અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી 19 ઓક્ટોબરે અનોખું આકર્ષણ ઉભું કરશે

Follow us on

Narmada : નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા(The world’s Tallest Statue) સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) વિશ્વભરના પ્રવસીઓમાં આકર્ષણનું કેન્દ્ર ની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઉંચાઈ 182 મીટર છે.

આ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યમાં કેવડિયા(Kevadiya) નજીક આવેલી છે. ભારતીય સ્વતંત્રતા સેનાની અને આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વલ્લભભાઈ પટેલ(Vallabhbhai Patel)ની આ પ્રતિમા તેમના સ્વભાવની દ્રઢ મક્કમતા અને ઉચ્ચ વિચારોને રજૂ કરે છે.

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રહેલા વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના અનુયાયી હતા. કેવડિયામાં SOU નજીક 19મી ઓક્ટોબરે વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ નર્મદા હેઠળ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાઇ રહયું છે. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.

Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો
બટાકાની છાલ ઉતારવાનો શોર્ટકટ થયો વાયરલ, જુઓ Video
Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ

આ પણ વાંચો: Ahmedabadમાં દાંડિયા નાઈટમાં ચમકી Kangana Ranaut, નવરાત્રી સેલિબ્રેશનની સુંદર તસવીરો સામે આવી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ(Vibrant Gujarat Summit)ના 20 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં એકતા ઓડિટોરિયમ ખાતે વિવિધ MoU હસ્તાક્ષર કરી જિલ્લામાં રોકાણ અંગેની તત્પરતા દર્શાવાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેમ વ્યુ પોઈન્ટ ખાતે બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા એક્ઝિબિશન(Vibrant Gujarat-Vibrant Narmada Exhibition) સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા એક્ઝિબિશનમાં ઉદ્યોગ, બેન્કીંગ તેમજ એક્સપોર્ટ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટની સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી- ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે વિવિધ એક્ઝિબિશન સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમીનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન, વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કપાસની ખરીદી શરુ થઈ, જાણો નવી સિઝનમાં કેટલો બોલાયો ભાવ, જુઓ Video

વધુમાં MSME સેક્ટરના ઔદ્યોગિક એકમો, બેન્કમેળા, ZED રજીસ્ટ્રેશન એક્ઝીબીશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડીઆરડીએ, મિલેટ્સ, લીડ બેન્ક, સખી મંડળો, આંગણવાડી, આરોગ્ય, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા રોજગાર કચેરી, વીજ કંપની સહિતના વિવિધ સ્ટોલ બનાવી રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી રજૂ કરાશે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article