ગુજરાતમાં બારે મેઘ ખાંગા ! દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તો આજે સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં બારે મેઘ ખાંગા ! દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
Rain Forecast for gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 7:04 AM

રાજ્યમાં વરસાદના (Gujarat Rain) વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં (South gujarat)  ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તો આજે સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં (Valsad) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં અતિભારે વરસાદના એંધાણ

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 13 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ ભારે વરસાદ થશે. તો આણંદમાં (Anand)પણ વરસાદ થવાની શક્યતા છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તો અતિભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે, તેમજ વરસાદ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

મધ્ય ગુજરાતમાં મેઘાનુ દે..ધનાધન…

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 રહેશે.તો મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદ થશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.જ્યા ભારે વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જયારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજાની તોફાની બેટિંગ

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે,તેમજ હળવા વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે .તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે,તો અતિભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">