Monsoon 2022 : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે , નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના

નર્મદા(Narmada) નદી બે કાંઠે વહેતી થઇ છે.તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરજણ,ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં અત્યધિક સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા,કાંઠે ઢોર લઈ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Monsoon 2022 : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે , નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના
Narmada River
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:15 PM

ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના(Rain)પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેમાં સાંજે 5 વાગે નર્મદા(Narmada)નદીમાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે. જેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના પગલે હાલમાં બે કાંઠે વહેતી નર્મદા વધુ છલકાશે.તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરજણ,ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં અત્યધિક સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા,કાંઠે ઢોર લઈ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

3.50  લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે

નર્મદા ઘાટીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી મોસમ છે અને ઓમકારેશ્વર ડેમમાં થી છોડાતા પાણી થી સરદાર સરોવર જળાશય ભરાઈ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે સાંજના 5 વાગે સરદાર સરોવર બંધ ખાતે 23 રેડિયલ ગેટ્સ 2.90 મીટરની નવી ઊંચાઈ સુધી ખોલવા પડશે. હાલમાં આ ગેટ્સ 2.25 મીટર ખુલ્લા છે અને તેમાં થઈને 3.50  લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને 4.50 લાખ ક્યુસેક થશે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાં થી નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ,સાંજના ૫ વાગે નદીમાં ઠલવાતા પાણીનું પ્રમાણ વધીને 4.95 લાખ ક્યુસેક થયું છે.

ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ડેમ 87.72 ટકા ભરાયો

મધ્યપ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 134.97 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 3.02 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 87.72 ટકા ભરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">