AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022: ધરોઈ, મેશ્વો, હાથમતી અને ગુહાઈમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ, સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદથી નવા પાણી આવ્યા

ધરોઈ (Dharoi) જળાશયમાં વહેલી સવારથી તબક્કાવાર પાણીની નવી આવકો નોંઘાઈ હતી, હાથમતી (Hathmati) જળાશયમાં પણ સવારે પાણીની સારી આવક નોંધાઈ છે.

Monsoon 2022: ધરોઈ, મેશ્વો, હાથમતી અને ગુહાઈમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ, સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદથી નવા પાણી આવ્યા
Dharoi Dam માં ભરપૂર આવક નોંધાઈ છે
| Updated on: Aug 16, 2022 | 12:57 PM
Share

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારમાં વરસાદ સારા પ્રમાણમાં નોંધાયો છે. ગત રાત્રી દરમિયાન અને વહેલી સવારે સાર્વત્રીક વરસાદ વરસ્યો છે. સવારના અરસા દરમિયાન ભિલોડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વડાલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉપરવાસના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસતા સ્થાનિક જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી. ધરોઈ (Dharoi Dam) અને હાથમતી જળાશય (Hatmati Reservoir) માં ભરપૂર આવક નોંધાઈ છે. જેને લઈ જળસ્તરમાં સવારે સતત વધારો નોંધાયો છે. તબક્કાવાર પ્રતિ કલાકે ધરોઈ સહિતના મુખ્ય જળાશયોમાં પાણીની આવક સતત વધતી રહી છે.

ગત રાત્રી અને વહેલી સવારે સાર્વત્રીક વરસાદનો માહોલ રહ્યો છે. જેને લઈ સ્થાનિક અનેક ગ્રામ્ય વિસ્તારોના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના લીલછા અને ઉબસલ તેમજ ટીંટોઈ ગામમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ટીંટોઈમાં ગામના મુખ્ય રસ્તાઓ પર ડુંગરના ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.

ધરોઈ, હાથમતી અને ગુહાઈમાં પાણીની આવક

સાબરમતી નદી પર આવેલા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. સવારે પાંચ કલાક બાદ ધરોઈ જળાશયમાં સતત આવકમાં વધારો નોંધાયો હતો. જે સમયે ધરોઈમાં જળ જથ્થો 61.76 ટકા નોંધાયો હતો. સવારે 7 કલાકે પાણીની આવક 15 હજાર 500 ક્યુસેક પર પહોંચી હતી.

સવારે 8 કલાકે આવક 32 હજાર 600 પર પહોંચી હતી અને 9 કલાકે 32 હજાર ક્યુસેક નોંધાઈ હતી. જે આવકમાં સતત વધારો થતા સવારે 10 કલાકે 47,222 ક્યુસેક અને 11 કલાકે 63,055 ક્યુસેક આવક નોંધાઈ હતી. આ સમયે જળ જથ્થો 64.22 ટકાએ પહોંચ્યો હતો. હાલમાં 186.49 મીટર સપાટી નોંધાઈ છે. જ્યારે ધરોઈ ડેમની રુલ લેવલ સપાટી 188.67 મીટર છે. આમ હવે ધરોઈ ડેમ મહદઅંશે ભરાવા જઈ રહ્યો હોઈ ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે. બપોરે 12 કલાકે પણ 63 હજારની આવક જળવાઈ રહી હતી.

હાથમતી જળાશયઃ સવારે 6 કલાકે 500 ક્યુસેક અને 7 કલાકે 2000 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે સવારે 8 કલાકે 12000 ક્યસેક નોંધાઈ હતી. 10 કલાકના અરસા દરમિયાન આવક બમણી થઈને 24000 ક્યુસેક પર પહોંચી હતી. 11 કલાકે 30,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

ગુહાઈ જળાશયઃ સવારે 6 કલાકે માત્ર 200 ક્યુસેક સાથે 30.39 ટકા જથ્થો જળાશયમાં નોંધાયેલો હતો. પરંતુ સવારે 8.00 કલાકે આવક 2080 અને બાદમાં 9 કલાકે 3638 પહોંચી હતી. જે આવક સવારે 10.00 કલાકે 10,916 ક્યુસેક પર પહોંચી હતી. આમ જળ જથ્થો આ સમયે 35.02 ટકાએ પહોંચ્યો હતો. 14,555 ક્યુસેક પાણીની આવક 11 કલાકે નોંધાઈ હતી. 12 કલાકના અરસા દરમિયાન ગુહાઈમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી

માઝૂમ, મેશ્વો અને વાત્રકમાં આવક નોંધાઈ

અરવલ્લી જિલ્લાના મહત્વના જળાળયોમાં સારી આવક નોંધાઈ છે. જિલ્લાના મેશ્વો જળાશયમાં સૌથી વધુ  12 કલાકે 14, 620 ક્યુસેક આવક નોંધાઈ હતી.  11 કલાકે 11690 ક્યુસેક આવર નોંધાઈ હતી. જે 5010 ક્યુસેક સવારે 10 કલાકે નોંધાઈ હતી. જળાશયમાં કુલ જળ જથ્થો 81.95 ટકા પર પહોંચ્યો છે. જ્યારે માઝૂમ જળાશયમાં 2700 ક્યુસેક નોંધાઈ હતી. જળાશયમાં કુલ જથ્થો 57.49 ટકાએ પહોંચ્યો છે.

વાત્રક જળાશયમાં 3210 ક્યુસેક આવક નોંધાઈ છે. જળાશયમાં 36.29 ટકા જળ જથ્થો નોંધાયો છે. મેશ્વો જળાશય હવે તેની ભયજનક સપાટી નજીક પહોંચવા આવતા આગોતરા પગલા અને સાવચેતી રાખવા માટેના પગલા લેવા માટે પણ સ્થાનિક નદી પસાર થતા તાલુકાના મામલતદાર અને જિલ્લાના તંત્રને જાણકારી આપવામાં આવી છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">