AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar Sarovar Dam માંથી 12 ઓગષ્ટે 10 હજાર ક્યુસેક પાણી છોડાશે, નર્મદા ડેમમાં પાણીનો 83 ટકા જથ્થો

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા 25 દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119  મીટરે હતી.

Sardar Sarovar Dam માંથી 12 ઓગષ્ટે 10 હજાર ક્યુસેક પાણી છોડાશે, નર્મદા ડેમમાં પાણીનો 83 ટકા જથ્થો
Narmada Dam
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 6:16 PM
Share

ગુજરાતમાં(Gujarat)તા.12 મી ઓગષ્ટે સરદાર સરોવર નર્મદા ડેમના(Narmada Dam)પાંચ દરવાજા 30 સે.મી. ખોલીને અંદાજે 10 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે.આજની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો 83 ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા 25  દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45  હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે જેમાં આજે તા.12 મીથી કેનાલ હેડ પાવર હાઉસના ૦૪ યુનિટ મારફતે સરેરાશ રૂા.98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહેલું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે

જેમાં વિજ ઉત્પાદન બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા આજની સ્થિતિએ હાલમાં આશરે સરેરાશ 20  હજાર ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે. જેમાં તા.12 મી ઓગષ્ટે બપોરે 03.00 કલાકે નર્મદા ડેમની સપાટી 133.95 મીટર નોંધાઇ છે. જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.12  મી ઓગષ્ટ,2022  ને શુક્રવારના રોજબપોરે 03.00 કલાકે નર્મદા ડેમની સપાટી 133.95 મીટર નોંધાયેલ છે. અને દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં આશરે સરેરાશ 1.80 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 7861 મિલીયન ક્યુબીક મીટર (MCM) નોંધાયેલ છે. આશરે છેલ્લા 25 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા 25 દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119  મીટરે હતી. હાલમાં છેલ્લા 25 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 04 કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં આજની સ્થિતિએ હાલમાં 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ આજથી સરેરાશ રૂા.98 લાખની કિંમતનુ 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 20 હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. અગમચેતી પગલાના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને સંબંધ કર્તા તમામ વિભાગોને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

Follow Us
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
ગીર ગઢડામાં સિંહોનું સામ્રાજ્ય: રહેણાંકમાં એન્ટ્રી!
ગીર ગઢડામાં સિંહોનું સામ્રાજ્ય: રહેણાંકમાં એન્ટ્રી!
રાજ્યમાં ફરી માવઠાંની એન્ટ્રી! 3 સિસ્ટમ એકસાથે સક્રિય
રાજ્યમાં ફરી માવઠાંની એન્ટ્રી! 3 સિસ્ટમ એકસાથે સક્રિય
સરા ગામની ઘટનાને લઈ ધારાસભ્યએ આપ્યો બચાવ, જુઓ Video
સરા ગામની ઘટનાને લઈ ધારાસભ્યએ આપ્યો બચાવ, જુઓ Video
સિક્યોરીટીની સમયસુચકતાથી મોટી જાનહાનિ ટળી
સિક્યોરીટીની સમયસુચકતાથી મોટી જાનહાનિ ટળી
બોમન ઈરાનીએ ટ્રમ્પને LPG સિલેન્ડર દ્વારા ‘શાંતિ માર્ગ’ બતાવ્યો!
બોમન ઈરાનીએ ટ્રમ્પને LPG સિલેન્ડર દ્વારા ‘શાંતિ માર્ગ’ બતાવ્યો!
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
g clip-path="url(#clip0_868_265)">