Gujarat Rain: પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, નવસારી, ગીર સોમનાથમાં વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Gujarat Rain: પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, નવસારી, ગીર સોમનાથમાં વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 4:01 PM

ગુજરાતમાં (Gujarat) પંચમહાલ, દેવભૂમિ દ્વારકા,નવસારી ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ (Rain) થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં પંચમહાલ, દેવભૂમિ દ્વારકા,નવસારી ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ત્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં પોતાની કૃપા ઉતારી દીધી છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ગોધરા, કાલોલ, હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો. બીજી તરફ ઘોઘંબા, મોરવા હડફ સહિત તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુરના ભાટિયા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે બજારો પાણી પાણી થયા હતા. તો બીજી તરફ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા લોકોને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નવસારી શહેર અને જિલ્લામાં પણ સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો. નવસારી જિલ્લાના ગણદેવી, જલાલપુર, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો ગીરસોમનાથ જિલ્લામાં પણ ઉપરવાસમા ભારે વરસાદ બાદ કોડીનારના ફાચરિયા ગામમાં પાણી ભરાયા હતા. જેના કારણે ફાચરિયા અરણેજ રોડ બંધ થઇ ગયો છે. રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.

g clip-path="url(#clip0_868_265)">