AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ સરહદ પર સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી, મોં મીઠુ કરાવ્યું

સાંસદ દર વર્ષે કચ્છ બી.એસ.એફના જવાનોને મીઠાઇ આપી તહેવાર ઉજવે છે ત્યારે આજે ભુજ સેક્ટર હેડકવાર્ટર ખાતે કચ્છના સાંસદે જવાનોને મીઠાઇ આપી નવા વર્ષ અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

કચ્છ સરહદ પર સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી, મોં મીઠુ કરાવ્યું
MP Vinod Chawda celebrates Diwali with Jawan on Kutch border
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 5:17 PM
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi) પ્રેરણાથી ભાજપના(BJP) અનેક ચુંટાયેલા પ્રતિનીધીઓ દર વર્ષે દિવાળીની(Diwali) ઉજવણી જવાનો(Jawan) સાથે કરે છે. ત્યારે આજે કચ્છના(Kutch) સાંસદ  વિનોદ ચાવડા (Vinod Chavda)  પણ જવાનો સાથે દિવાળી પહેલા મીઠાઇની આપ લે કરી દિવાળી પર્વની પરિવારથી દુર જવાનોને શુભચ્છા આપી કરી હતી.

kutch o2

સાંસદ દર વર્ષે કચ્છ બી.એસ.એફના જવાનોને મીઠાઇ આપી તહેવાર ઉજવે છે ત્યારે આજે ભુજ સેક્ટર હેડકવાર્ટર ખાતે કચ્છના સાંસદે જવાનોને મીઠાઇ આપી નવા વર્ષ અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

કચ્છના સાંસદે ખુશી વ્યક્ત કરી હતી કે દર વર્ષે જવાનો સાથે આ દિવસની ઉજવણી કરવાનો અવસર મળે છે જેની પ્રેરણા વડાપ્રધાને આપી છે સાથે દિવાળી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી પણ કચ્છ જવાનો સાથે ઉજવણી કરવા આવી રહ્યા છે જેની ખુશી વ્યકત કરી હતી. તો પરિવારથી દુર જવાનોને શુભેચ્છા આપી મીઠુ મોઢુ કરાવવાની પરંપરાથી જવાનોનો હોંસલો બુંલદ થાય છે. બી.એસ.એફ આઇ.જી સહિત અન્ય સામાજીક આગેવાનો અને જવાનો જોડાયા હતા.

આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે તા.૦૩ નવેમ્બરે ધોરડો-કચ્છ ખાતે દેશની રક્ષા કરતાં જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે તેમ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી એ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ દેશની સીમા પર દિવસ-રાત રક્ષા કરતાં જવાનો સાથે દર વર્ષે દિપાવલી પર્વ મનાવીને જવાનો અને તેમના પરિવારોનો જુસ્સો વધારી રહ્યાં છે. આ પરંપરાને આગળ વધારતાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે.

ગૃહ રાજ્યમંત્રી પોતે પણ આ પર્વમાં સહભાગી થશે તેમ જણાવી વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાત પોલીસ અને રમત-ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૦૩ નવેમ્બરે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન “ભારતના ત્રિરંગાની“ થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનાર BSF, આર્મી, નેવી, ભારતીય તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે, જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું

આ પણ વાંચો : SURAT : ઓનલાઇન ગલુડીયું વેચવાની જાહેરાત આપી, પછી આ રીતે થઇ છેતરપિંડી

આ પણ વાંચો : ડિપ્રેશનમાં મહિલાએ ઘર છોડયું, પોલીસે ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">