AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ઓનલાઇન ગલુડીયું વેચવાની જાહેરાત આપી, પછી આ રીતે થઇ છેતરપિંડી

સુરત પોલીસ દ્વારા સાયબરના સતત ગુનાઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી એક નાની પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેમાં સાયબરને લગતી તમામ માહિતી આપવામાં આવી સાથે કેટલાક દાખલારૂપ કિસ્સાઓ પણ દાખવામાં આવેલા છે.

SURAT : ઓનલાઇન ગલુડીયું વેચવાની જાહેરાત આપી, પછી આ રીતે થઇ છેતરપિંડી
SURAT: Advertising to sell puppies online, then this is how the fraud happened
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 02, 2021 | 4:49 PM
Share

ઓનલાઈન વેબ સાઈટ પર ગલુડીયું વેચવાની જાહેરાત મુકી, કસ્ટમરને ગલુડીયું ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી. તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ ગલુડીયુ નહી આપી, છેતરપીંડી કરનાર આરોપીને સાયબર પોલીસે વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી ઓન લાઈન સાયબર ક્રાઈમનો ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

સુરત પોલીસ દ્વારા સાયબરના સતત ગુનાઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી એક નાની પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેમાં સાયબરને લગતી તમામ માહિતી આપવામાં આવી સાથે કેટલાક દાખલારૂપ કિસ્સાઓ પણ દાખવામાં આવેલા છે.

આજકાલ લોકોમાં ઓનલાઈન ખરીદી કરવાનો ક્રેઝ ખુબ વધી રહયો છે. ત્યારે સુરત શહેરમાં એવો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો.બનાવની વાત કરીએ તો ગઈ તારીખ – 07-05-21 ના રોજ કલીક ઈન નામની વેબસાઈટ પર રૂ.13000 માં ગલુંડીયું વેચવાની જાહેરાત એક ઈસમ દ્વારા મુકવામાં આવી હતી. જેમાં એક કસ્ટમરે ગલુડીયુ ખરીદવા માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અને નામ, સરનામા તથા મોબાઈલ નંબરની વિગતો આપી ભેજાબાજના જણાવ્યા પ્રમાણે ગલુડીયાની કિંમત રૂ.13000 મોબાઈલ મારફતે પેટીએમ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

ત્યાર બાદ ભેજાબાજોએ કસ્ટમર સાથે લોભમણી -લલચામણી વાતો કરી અલગ અલગ ચાર્જ જેવા કે ઈન્સ્યોરન્સ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ, વિગેરે મળી કુલ રૂ. 1,62,400 તથા આઈડીએફસી બેંક મારફતે 6,68,800 મળી કુલ રૂ, 8,62,200 ટ્રાન્સફર કરી દીધા હોવા છતાં પણ આજદિન સુધી ઠગબાજોએ ગલુડીયાની ડીલીવરી ન કરી રીફંડ પણ પરત કર્યુ ન હતુ, દરમિયાન કસ્ટમરને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે છેતરપીંડીનો ભોગ બનનાર કસ્ટમરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી.દરમિયાન પોલીસે બાતમીના આધારે વેસ્ટઆફ્રિકાના નિયોન્ગાબસેન હિલેરીને બેંગ્લોરની ઝડપી પાડી તેની પાસેથી પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી ઓનલાઈન વેબ સાઈટ ઉપર ગલુડીયુ વેચતાની જાહેરાત મુકતો હતો. ત્યારે કોઈ કસ્ટમર ગલુડીયાની ખરીદી કરવા માંગતા હોય તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવી લઈ ગલુડીયાની ડિલીવરી ન હતી ઠગાઈ આચરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો, ત્યારે ઓન લાઈન ખરીદી કરતાં લોકોએ પણ યોગ્ય ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">