કચ્છના મૂંદ્રામાં 37,500 કરોડના રોકાણ સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ સ્થપાશે, નવી રોજગારીઓ ઊભી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU કરાયા હતા.

કચ્છના મૂંદ્રામાં 37,500 કરોડના રોકાણ સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ સ્થપાશે, નવી રોજગારીઓ ઊભી થશે
MOU signed between Gujarat Government and POSCO-Adani Collaboration
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 1:10 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રા (Mundra) માં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે.

કચ્છ (Kutch) માં આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,500 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3,400 થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે.

પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ 2026 સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં નવી રોજગારીની તકો ઊભી થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સ્ટીલ પ્લાન્ટ (Steel plant) સ્થાપવાના આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ કાર્ગોથી માલ અન્ય રાજ્યોમાં મોકલવા સુરત આખા ગુજરાતમાં બીજા સ્થાને, જામનગર પ્રથમ

આ પણ વાંચોઃ ગાંધીનગર : ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે MoU

g clip-path="url(#clip0_868_265)">