ગાંધીનગર : ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે MoU

રાજ્યની ગ્રામીણ મહિલાશક્તિ તથા નાના-સિમાંત ખેડૂતો અને ખેતમજૂરો લાખો લીમડાના વૃક્ષોની લીંબોળી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. GNFC નીમ પ્રોજેક્ટ અંતર્ગત નીમ કોટેડ યુરિયા ઉપરાંત અન્ય હોમ અને હેલ્થકેર નીમ પ્રોડકટ્સનું પણ ઉત્પાદન કરે છે.

ગાંધીનગર : ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે MoU
Gandhinagar: MoU between GNFC and GLPC to provide financial support to rural women through self-employment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:18 PM

Gandhinagar : GNFCના નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોળી એકત્રીકરણ-ખરીદ વ્યવસ્થા-સાબુ-શેમ્પુ-હેન્ડવોશ-સેનીટાઇઝર જેવી નીમ પ્રોડક્ટના સ્વ-સહાય જૂથો દ્વારા વેચાણ માટેના સમજૂતિ કરાર સંપન્ન થયા છે. GNFC-GLPC સાથે મળીને રાજ્યમાં લીમડાના વધુ વૃક્ષો ધરાવતા અંદાજે ૧પ જિલ્લાઓમાં તાલુકા સ્તરે ‘લીમડા વન’ બનાવશે.

યુરિયા ખાતરમાં ભેળસેળ અટકાવવા નીમ કોટેડ યુરિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્ય સરકારના સાહસ GNFC એ લીમડાના તેલના પટવાળું યુરિયા બનાવવા લીંબોળી એકત્રીકરણથી નીમ ઓઇલ લીમડા તેલ બનાવવાનો સફળ પ્રયોગ ર૦૧પથી નીમ પ્રોજેક્ટ અન્વયે કર્યો છે.

રાજ્યની ગ્રામીણ મહિલાશક્તિ તથા નાના-સિમાંત ખેડૂતો અને ખેતમજૂરો લાખો લીમડાના વૃક્ષોની લીંબોળી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. GNFC નીમ પ્રોજેક્ટ અંતર્ગત નીમ કોટેડ યુરિયા ઉપરાંત અન્ય હોમ અને હેલ્થકેર નીમ પ્રોડકટ્સનું પણ ઉત્પાદન કરે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આવી નીમ પ્રોડકટનું મહિલા સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરીને ગ્રામીણ નારીશક્તિના આર્થિક સશક્તિકરણ હેતુસર GNFC અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિ. GLPC વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. GNFCના એમ.ડી અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિ. ના એમ.ડી. ભાર્ગવી દવેએ આ MoU પર હસ્તાક્ષર કરી કર્યા હતા.

GNFC અને GLPC વચ્ચે થયેલ આ MoU અનુસાર બેય સાહસો સાથે મળીને રાજ્યમાં લીમડાના વૃક્ષોની વધુ સંખ્યા ધરાવતા કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અંદાજે 15 જિલ્લાઓમાં તાલુકા સ્તરે ‘લીમડા વન’ બનાવશે. એટલું જ નહિ, લીંબોળી એકત્રીકરણ, ખરીદ વ્યવસ્થા તથા GNFCની સાબુ, શેમ્પુ, હેન્ડવોશ, સેનિટાઇઝર જેવી ગૃહ ઉપયોગી વસ્તુઓનું સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે.

GNFCના એમ.ડી પંકજ જોષીએ આ MoU ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં સુઆયોજિત નક્કર કદમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ MoU થવાને પરિણામે એક આયોજનબદ્ધ માળખું ઉભું થશે. સમાજ, અર્થતંત્ર અને પર્યાવરણને લાભ થવા સાથે ગ્રામીણ મહિલા સશક્તિકરણના ભૂતકાળમાં થયેલા પ્રયાસોને વધુ વેગ પણ મળશે અને તેના દૂરોગામી દીર્ઘકાલિન પરિણામો પ્રાપ્ત થશે. આ MoU વેળાએ ગ્રામ વિકાસ સચિવ અને કમિશનર સોનલ મિશ્રા તથા GNFCના ગુજરાત સર્કલના ચીફ માર્કેટીંગ મેનેજર પટેલ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ભાવનગર : GISFમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપને CEO આર.ડી.બરંડાએ ફગાવ્યા

આ પણ વાંચો : અમદાવાદ : ઉતરાયણ પર્વ પર ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ

g clip-path="url(#clip0_868_265)">