ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ, કુલ આંક 3301 થયો, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ, કુલ આંક 3301 થયો, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?
તસ્વીર પ્રતિકાત્મક છે

કોરોના વાઈરસના કેસની વિગત જોઈએ તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નવા 230 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 178 કેસ, સુરતમાં 30, આણંદમાં 08 કેસ, ગાંધીનગરમાં 2 કેસ, ખેડામાં 1 કેસ, નવસારીમાં 01 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, પાટણમાં 01 કેસ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસથી 18 લોકોનો મોત થયા છે.  વડોદરા અને રાજકોટમાં પણ નવા 4-4 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જિલ્લાવાર કોરોના વાઈરસના કેસની વિગત

જિલ્લાવાર કોરોના વાઈરસના કુલ કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 2181 કેસ, વડોદરામાં 234 કેસ, સુરતમાં 526 કેસ, રાજકોટમાં 45 કેસ આજના નવા કેસ સાથે થઈ ગયા છે.  કુલ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 3301 કેસ નોંધાયા છે.  કુલ મોતની સંખ્યા 151 થઈ ગઈ છે જ્યારે 313 લોકોએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે.

Corona Case Gujarat Latest Update

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

રાજ્યમાં કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ? 

રાજ્યમાં આજના દર્દીઓ સાથે વાત કરીએ કરીએ તો કુલ 313 દર્દીએ કોરોના સામે જંગ જીત્યો છે. હાલના દર્દીઓમાં 27 લોકોની તબિયત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 2810 દર્દીઓની તબિયત સ્થિર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati