અનોખી સિદ્ધી : મોરબીની આ સરકારી શાળામાં અપૂરતા સાધનો, છતાં વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં 32 જેટલા મેડલ મેળવ્યા !

અનોખી સિદ્ધી : મોરબીની આ સરકારી શાળામાં અપૂરતા સાધનો, છતાં વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં 32 જેટલા મેડલ મેળવ્યા !

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 1:20 PM

હળવદ તાલુકામાં આવેલા પાંડાતીરથ ગામના વિદ્યાર્થીઓએ પુરતી સુવિધા ન હોવા છતાં જિલ્લા ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh) એક -બે નહીં પરંતુ 32 જેટલા મેડલ પોતાના નામે કર્યા.

રાજ્યમાં (Gujarat) ઘણા સમયથીએ રાગ આલાપવામાં આવી રહ્યો છે કે, ભણતર સાથે રમતને (Sports) પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે,પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે હજુ પણ અમુક છેવાડાના ગામ સુધી રમત નામે શુન્ય સુવિધા છે.કંઈક આવી જ સ્થિતિ છે મોરબી જિલ્લામાં (Morbi) આવેલા પાંડાતીરથ ગામની. જ્યાં ન તો વિદ્યાર્થીઓને (Students) રમત માટેના પુરતા સાધનો છે કે ન તો કોઈ સારા ટ્રેનરની સુવિધા છે.પરંતુ આપણે ત્યાં કહેવાય છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’

અહીંના વિદ્યાર્થીઓએ પણ જાણે આ કહેવતને પોતાના જીવનમાં ઉતારી દીધી હોય તેમ પુરતી સુવિધા ન હોવા છતાં જિલ્લા ખેલ મહાકુંભમાં આ વિદ્યાર્થીઓએ એક -બે નહીં પરંતુ 32 જેટલા મેડલ પોતાના નામે કર્યા.

શાળાના શૈક્ષણિક કાર્ય બાદ પણ વિદ્યાર્થીઓને રમત માટે ટ્રેનિંગ

તમને જણાવી દઈએ કે, પાંડાતીરથ ગામમાં(Pandatirath Village) સરપંચ અને શાળાના આચાર્યના સંકલન હેઠળ વિદ્યાર્થીઓને હેન્ડ,હાર્ટ અને હેડ એમ થ્રિ એચની કેળવણી આપવામાં આવે છે, વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય, ભણતર અને ગણતરની સાથે સાથે બાળકોને વિવિધ રમતોમાં પારંગતતા પ્રાપ્ત કરે એ માટે શિક્ષકો સતત પ્રયત્નશીલ રહે છે. આચાર્ય મુકેશભાઈ મારવણિયાએ જણાવ્યું કે, પહેલા તાલુકા એથલેક્ટિક્સમાં ભાગ લેતા હતા પરંતુ આ વર્ષ જિલ્લા ખેલ મહાકુંભમાંભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.

સરકારી તંત્રને સુવિધા પુરી પાડવા માગ

તેમના જણાવ્યા અનુસાર તેમને ધાંગધ્રાની આદર્શ નિવાસી શાળામાંથી વિદ્યાર્થીઓને રમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાની પ્રેરણા મળી હતી.ઉલ્લેખનીય છે કે, શાળાના શૈક્ષણિક કાર્ય (Education) બાદ પણ વિદ્યાર્થીઓને રમત માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ગામના સરપંચ ગુલાબભાઈ અસવારનુ કહેવુ છે કે, સરકાર દ્વારા જો આ વિદ્યાર્થીઓને વધુ કોઈ સુવિધા પુરી પાડવામાં આવે તો, આ વિદ્યાર્થીઓ સમગ્ર દેશનુ નામ રોશન કરશે.

g clip-path="url(#clip0_868_265)">