PM MODI શનિવારે મોરબીમાં હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શનિવારે ગુજરાતના મોરબી (Morbi) શહેરમાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘઘાટન કરશે.
PM MODI આવતીકાલે (શનિવારે- 16 એપ્રિલ 2022) ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સિંગ (Video conferencing)દ્વારા ભગવાન હનુમાનની (Lord Hanuman )108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના (PTI) અહેવાલ મુજબ, આવતીકાલે અનાવરણ થનાર પ્રતિમાનું નિર્માણ 2018 માં શરૂ થયું હતું. અને તે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શનિવારે ગુજરાતના મોરબી (Morbi) શહેરમાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આવતીકાલે સવારે 11 કલાકે હનુમાન જયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ થશે. શ્રી હરીશ ચંદર નંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ બીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. #Hanumanji4Dham પ્રોજેક્ટ હેઠળ, ટ્રસ્ટ દેશભરમાં ચારેય દિશામાં આવી ચાર મૂર્તિઓ બનાવી રહ્યું છે.
તે પશ્ચિમમાં મોરબી ખાતે પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે, PMO દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. પીએમઓ અનુસાર, આ પ્રકારની પ્રથમ પ્રતિમાનું ઉદ્ઘાટન 2010માં શિમલામાં કરવામાં આવ્યું હતું. આ બીજું છે અને રામેશ્વરમમાં ત્રીજા માટે કામ શરૂ થઈ ગયું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આવતીકાલે અનાવરણ થનાર પ્રતિમાનું નિર્માણ 2018 માં શરૂ થયું હતું અને તે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ, જ્યાં પીએમ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે, ત્યાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ હાજર રહેશે.
PM મોદીએ શુક્રવારે ગુજરાતના ભુજમાં KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડા પ્રધાનની ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પહેલાં આવે છે, જે સોમવાર, 18 એપ્રિલથી શરૂ થાય છે. ચાર રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત બાદ પીએમ મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે. ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી થવાની છે.