Gujarat Election 2022: આદિવાસી મત બેંકને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમત શરૂ, 20મીએ વડાપ્રધાન મોદી ગુજરાતનાં દાહોદમાં જનસભા સંબોધશે તો રાહુલ ગાંધી 1 મેના રોજ દાહોદમાં પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક

Gujarat Election 2022: આદિવાસી મત બેંકને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમત શરૂ, 20મીએ વડાપ્રધાન મોદી ગુજરાતનાં દાહોદમાં જનસભા સંબોધશે તો રાહુલ ગાંધી 1 મેના રોજ દાહોદમાં પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 5:29 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે હવે કોંગ્રેસ પક્ષે પણ તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસ (Congress) એક પછી એક રણનીતિ ઘડી રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત પ્રવાસ વધી ગયો છે. હવે કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતા મહીને ગુજરાત આવે તેવી શક્યતા છે. 1 મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી શકે છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે કોંગ્રેસ પક્ષે પણ તૈયારીઓ આરંભી દીધી છે.

કોંગ્રેસ એક પછી એક રણનીતિ ઘડી રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. 1 મેના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે અને દાહોદમાં કોંગ્રેસની બેઠક યોજશે. દાહોદમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ સંગઠનના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપશે.

મહત્વનું છે કે આ પહેલા ભાજપના પણ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસે આવી ગયા છે. અમિત શાહ અને વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવી ચુક્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ પણ હાલમાં જ ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે હવે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડાશે.

ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે હવે આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દોહાદમાં સંમેલન કરવાના છે. ત્યારે હવે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક યોજવાના છે. ગુજરાતમાં અગાઉની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જે વિસ્તારો અને સમાજની વોટબેંકને ચૂંટણી પહેલા આકર્ષવા ભાજપ મથતુ હોય ત્યાં જ પછી કોંગ્રેસે કાર્યક્રમો યોજ્યા હોય તેવી અનેક ઘટનાઓ બની છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી દાહોદમાં આદિવાસી સમાજને સંબોધન કરવાના છે ત્યારે હવે રાહુલ ગાંધી પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક યોજવાના છે ત્યારે કોંગ્રેસનું આ આયોજન જાણે રાજકીય સ્પર્ધા શરુ થઇ ગઇ હોય તેવો નિર્દેશ કરે છે.

આ પણ વાચો-Gandhinagar: 15 લાખની લાંચના કેસમાં અધિકારીના લોકરમાંથી રૂ. 81.27 લાખના સોના અને પ્લેટિનમના દાગીના, રોકડ મળ્યાં

આ પણ વાંચો- PM મોદીએ કચ્છમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરતાં કહ્યું, આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published on: Apr 15, 2022 05:29 PM
g clip-path="url(#clip0_868_265)">