Morbi : વિદ્યાર્થિનીઓની ખુલ્લેઆમ છેડતી મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા આકરા પાણીએ, જુઓ Video
મોરબીમાં વિદ્યાર્થિનીઓની ખુલ્લેઆમ છેડતીનો વીડિયો વાયરલ થતા મોરબીના સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા આકરા પાણીએ આવી ગયા છે. તેઓએ ઘટના સ્થળે જઈને ઘટનાની તમામ માહિતી લીધી હતી.
મોરબીમાં વિદ્યાર્થિનીઓની ખુલ્લેઆમ છેડતી મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા આકરા પાણીએ આવી ગયા છે. વીડિયો વાયરલ થયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. કર્ણાટકથી આવ્યા બાદ કાંતિ અમૃતિયા સુપર માર્કેટ પહોંચી ગયા હતા અને ચીમકી આપી હતી કે, કોઇને પણ છોડવામાં નહીં આવે. તો બીજી તરફ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે, સમગ્ર ઘટનામાં સાત નબીરાઓ સામેલ છે અને LCBએ આ સાત નબીરાઓને રાઉન્ડ અપ કરી લીધા છે. હાલ રાઉન્ડ અપ કરેલા નબીરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારાઈ, કોર્ટે ધારાસભ્ય,ઈલેક્શન ઓફિસને નોટિસ ઈશ્યુ કરી
વીડિયોમાં જોઇ શકાય છે કે, સુપર માર્કટમાં કેટલાક લુખ્ખા તત્વો બિન્દાસ્ત રીતે બેઠા છે. તે દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ અહીંથી પસાર થાય છે. તે સમયે આ તત્વો પગ આડો કરીને તેમનો રસ્તો રોકી દે છે. વિદ્યાર્થીનીઓ તેમને જવા દેવાનું કહે છે. છતાં આ અસામાજિક તત્વો તેમને હેરાન કરે છે. આવી જ હરકત અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ કરે છે. મોરબીના સુપર માર્કેટના આ સીસીટીવી વાયુવેગે વાયરલ થઇ ગયા છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને હાલ સાત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તો સમગ્ર મામલે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે કહ્યુ કે, દીકરીઓને હેરાન કરનાર અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અસમાજિત તત્વોનો આતંક સહન નહીં થાય.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
