Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારાઈ, કોર્ટે ધારાસભ્ય,ઈલેક્શન ઓફિસને નોટિસ ઈશ્યુ કરી

Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરાઈ છે. કાંતિ અમૃતિયાની જીતને પડકારતી પિટીશનમાં હાઈકોર્ટે કાંતિ અમૃતિયા, ઈલેક્શન ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. જેમા આગામી મુદ્દતે જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો છે.

Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારાઈ, કોર્ટે ધારાસભ્ય,ઈલેક્શન ઓફિસને નોટિસ ઈશ્યુ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 5:19 PM

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારતી હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. આ પિટીશન મુદ્દે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિત ઈલેક્શન ઓફિસર, સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. હાઈકોર્ટે તમામ લોકોને આગામી મુદ્દતે જવાબ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કાંતિ અમૃતિયાએ કોંગ્રેસના જયંતિલાલ પટેલને 50 હજારના માર્જિનથી હરાવ્યા હતા. આ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

અરજદારે કાંતિ અમૃતિયાની જીતને પડકારતી એફિડેવિટમાં ખોટી માહિતી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર મધુ નિરૂપાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમા જણાવાયુ છે કે કાંતિ અમૃતિયાએ ઉમેદવારી પત્રમાં રજૂ કરેલી એફિડેવિટમાં અધુરી અને ખોટી માહિતી આપી હતી.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાંતિ અમૃતિયાએ તેમની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર હોવાનુ જણાવ્યુ હતુ જ્યારે 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી તેમ જણાવ્યુ હતુ. અરજદારનો આક્ષેપ છે કે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ છેલ્લા 10 વર્ષમાં સરકારી ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે. પણ અમૃતિયાએ આવી કોઈ વિગતો સોગંધનામામાં આપી નથી.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

આપને જણાવી દઈએ કે મોરબીના ટંકારાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ દુર્લભ દેથરિયાનું ફોર્મ રદ થવુ જોઈએ તેની માગ સાથે હાઈકોર્ટમાં ધા નાખી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી ચૂંટણી હારેલા લલિત કગથરાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. કગથરાનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય દુર્લભ દેથરિયાએ ચૂંટણી ફોર્મમાં અધૂરી વિગતો દર્શાવી છે.

આ પણ વાંચો: Gujarati Video : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભ દેથરિયાનું ફોર્મ રદ કરવાની માંગ કરી

કગથરાનો આરોપ છે કે, સોશિયલ એકાઉન્ટ હોવા છતાં દુર્લભજીએ ચૂંટણી ફોર્મમાં વિગતો નથી દર્શાવી સાથે જ દેથરીયાએ શૈક્ષણિક લાયકાત પણ ખોટી દર્શાવી છે. પોતાની મિલ્કતો અને કંપનીમાં ભાગીદાર હોવાની વાતનો ઉલ્લેખ પણ ન કરાયો હોવાનો આરોપ છે. તેમજ  જ ચૂંટણી ફોર્મમાં લોન અને દેણાનો ઉલ્લેખ નથી અને પોતાની ઇનોવા કારની પણ વિગતો ન દર્શાવ્યાનો દુર્લભજી પર આરોપ છે. TV9 સાથેની ખાસ વાતચીચમાં કગથરાએ હાઇકોર્ટ પર વિશ્વાસ હોવાની સાથે ન્યાય મળવાની વાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">