AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના અનાથ બાળકોના વ્હારે અદાણી ફાઉન્ડેશન, બાળકોના સહાય માટે પાંચ કરોડની જાહેરાત

ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનાથ બાળકોને સહાય પૂરી પાડવામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનામાં 20 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા સમયે આ બાળકોને સહાય આપવાના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશને પાંચ કરોડ રૂપિયા થાપણ તરીકે આપવાની જાહેરાત કરી છે. 

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના અનાથ બાળકોના વ્હારે અદાણી ફાઉન્ડેશન, બાળકોના સહાય માટે પાંચ કરોડની જાહેરાત
Adani Foundation Handed Over Letter For Commitmet To Morbi Collector
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 9:13 PM
Share

ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનાથ બાળકોને સહાય પૂરી પાડવામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ ઘટનામાં 20 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેવા સમયે આ બાળકોને સહાય આપવાના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશને પાંચ કરોડ રૂપિયા થાપણ તરીકે આપવાની જાહેરાત કરી છે. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં સાત બાળકોએ સત્તાવાર રીતે અનાથ બન્યા છે. જ્યારે 12 બાળકોએ મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. જ્યારે અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની સહાય માટે  રૂપિયા 25 લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહયું છે.

મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી 20 બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

બાળકોના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું :  ડૉ. પ્રીતિ અદાણી

મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 180થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે  ” અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.”

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">