AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2026 : ગુજરાતમાં 31 ટકા ઓછો વરસાદ છતા, 6 જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો, 4 તાલુકામાં તો એક ટીંપુ પણ વરસાદ નહીં !

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 2026 અલ નીનોને કારણે ખોરવાયું છે, જેના પરિણામે રાજ્યમાં 31% ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આ આંકડાઓ છતાં સુરત, નવસારી સહિત 6 જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 4 તાલુકા તો એવા છે કે જ્યાં હજુ પણ એક ટીંપા વરસાદ વિના કોરાધાકોર રહ્યાં છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ વિષમ રહી છે.

Monsoon 2026 : ગુજરાતમાં 31 ટકા ઓછો વરસાદ છતા, 6 જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો, 4 તાલુકામાં તો એક ટીંપુ પણ વરસાદ નહીં !
| Updated on: Jul 18, 2026 | 1:31 PM
Share

આ વર્ષે અલ નીનો અને બાવી વાવાઝોડાની અસર હેઠળ સમગ્ર દેશમાં નૈઋત્યના ચોમાસાની ગતિવિધી ખોરવાઈ જવા પામી છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે. ગુજરાતમાં પણ આ વર્ષે 17 જુલાઈ સુધીમાં પડવો જોઈએ એના કરતા 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષની સરેરાશ અનુસાર, 17 જુલાઈ સુધીમાં 246 મી.મી. વરસાદ વરસવો જોઈએ. તેના બદલે, અલ નીનો અને બાવી વાવાઝોડાથી પ્રભાવિત ચોમાસામાં 17 જુલાઈ સુધીમાં માત્ર 170.5 મી.મી. જ વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં 31 ટકા વરસાદ ઓછો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 38 ટકા, ગુજરાત ઝોનમાં 25 ટકા ઓછો વરસાદ છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 2026 અલ નીનોને કારણે ખોરવાયું છે, જેના પરિણામે રાજ્યમાં 31% ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આ આંકડાઓ છતાં સુરત, નવસારી સહિત 6 જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 4 તાલુકા તો એવા છે કે જ્યાં હજુ પણ એક ટીંપા વરસાદ વિના કોરાધાકોર રહ્યાં છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ વિષમ રહી છે.

જો કે, ગુજરાતમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 25 જિલ્લાના 94 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લગભગ સાર્વત્રિક કહી શકાય તે રીતે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 2026ના વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીનો 26 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 4 તાલુકા એવા છે જ્યા હજુ સુધી એક મિલીમીટર પણ વરસાદ નોંધાયો નથી.

ઓછો વરસાદ છતા આટલા જિલ્લામાં સરપલ્સ વરસાદ

સુરત, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં એવરેજ વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે, 17 જૂલાઈ સુધીમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં જેટલો વરસાદ જોઈએ એટલો વરસાદ વરસ્યો છે.

4 તાલુકામાં બિલકુલ વરસાદ નહીં

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં ભલે વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો હોય પરંતુ રાજ્યના ચાર તાલુકા એવા છે જ્યા હજુ સુધી વરસાદ વરસ્યો નથી. ગુજરાતના સ્ટેટ કંટ્રોલમાં વરસાદના નોંધાયેલ આંકડાઓ ઉપરથી સાબિત થાય છે કે, કચ્છના ચાર તાલુકા અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા તાલુકામાં એક મિલિમીટર પણ વરસાદ વરસ્યો નથી.

Breaking News : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, ચોમાસું ફરી સક્રિય, IMD દ્વારા 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">