Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાકમાં 200 તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 111 તાલુકામાં એક ઇંચથી લઇને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે.
Monsoon 2023 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં ધોધમાર વરસાદ (Rain ) વરસ્યો છે. 111 તાલુકામાં એક ઇંચથી લઇને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ જૂનાગઢના (Junagadh) વિસાવદરમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 27 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
આ પણ વાંચો-Rajkot: જન્માષ્ટમીનો મેળો થશે મોંઘો, રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો, મેળાને ‘રસરંગ’ નામ અપાયું
જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. સૌથી વધુ જૂનાગઢ, જામનગર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 9.5 ઇંચ, કચ્છના અંજારમાં પણ 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
નવસારીના ખેરગામમાં 8.7 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 8.1 ઇંચ, અમરેલીના બગસરામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં 6.5 ઇંચ, નવસારીના ચીખલીમાં 6.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગ અને જૂનાગઢ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો
ભારે વરસાદ બાદ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા સ્થળોએ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની ઘરવખરી પાણીમાં તણાઇ ગઇ છે. તો ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હોવાથી મહામુશ્કેલીથી તૈયાર કરેલા ખેડૂતોના પાકને પણ નુકસાન થયુ છે.
હવાઇ અને ટ્રેન સેવા પર પણ અસર
પાણી ભરાવાના કારણે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોના વાહનો બંધ પડી ગયા છે. અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. તો હવાઇસેવા અને ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. બીજી તરફ નદી-નાળાઓ છલકાયા છે. ડેમોમાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો