Monsoon 2023 Breaking : ગુજરાતમાં 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ
રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે. તો 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદ રહેશે.
Monsoon 2023 : હવામાન વિભાગની વરસાદને (Rain) લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) રેડ એલર્ટ (Red alert) અપાયું છે. તો 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદ રહેશે.
ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી
આગામી 3 કલાક માટે હવામાન વિભાગે રાજ્યમાં ક્યાક ભારે તો ક્યાક અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ અને 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. બનાસકાંઠા,પાટણ અને મેહસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદ રહેશે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદ રહેશે. સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,અમદાવાદ, જામનગર,બોટાદમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Rajkot Rain Update : રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા
8 જુલાઇથી 10 જુલાઇ સુધી રહેશે વરસાદી વાતાવરણ
8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
10 જુલાઈ બાદની વાત કરીએ તો 10 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડશે. આ વરસાદી માહોલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાની માહિતી છે. અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો