AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના જીવદયાપ્રેમીએ કરી પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા, પાકિસ્તાન સરકારને ગદર્ભ-શ્વાન ચીનને નિકાસ ન કરવા કરી રજૂઆત

રાજકોટના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના વડા પ્રધાન અને પશુપાલન મંત્રાલયને પત્ર લખીને ગદર્ભ અને શ્વાનની નિકાસ ન કરવા અપીલ કરી હતી. જેને લઇને પાકિસ્તાન સરકાર દ્વારા પ્રત્યુતર આપવામાં આવ્યો હતો

રાજકોટના જીવદયાપ્રેમીએ કરી પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા, પાકિસ્તાન સરકારને ગદર્ભ-શ્વાન ચીનને નિકાસ ન કરવા કરી રજૂઆત
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 07, 2023 | 1:43 PM
Share

Rajkot : પાકિસ્તાન દ્વારા ગદર્ભ (Donkey) અને શ્વાન (Dog) ચીનમાં નિકાસ કરવાની વિચારણા હાથ ધરી હતી. જો કે રાજકોટના જીવદયા પ્રેમીએ આ ગદર્ભોની ચિંતા કરી હતી. રાજકોટના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના વડા પ્રધાન અને પશુપાલન મંત્રાલયને પત્ર લખીને ગદર્ભ અને શ્વાનની નિકાસ ન કરવા અપીલ કરી હતી. જેને લઇને પાકિસ્તાન સરકાર દ્વારા પ્રત્યુતર આપવામાં આવ્યો હતો અને આ અંગે વિચારણા હાથ ધરાશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો-Monsoon 2023 : મહેસાણા વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જુઓ Video

ગદર્ભો પાકિસ્તાનનું પશુધન છે,આજીવિકા છે : રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહે પાકિસ્તાનને પત્ર લખીને કહ્યું હતું કે ગદર્ભો પાકિસ્તાનના પશુધન છે. ગદર્ભો આજીવિકા પુરી પાડે છે.જો ગદર્ભ અને શ્વાનની નિકાસ કરવામાં આવશે તો પશુધનને નુકસાન થશે. ગદર્ભોથી થતી આજીવિકાને નુકસાન પહોંચશે અને આર્થિક નુકસાન થશે. ચીનમાં તો માત્ર પશુઓની કત્લેઆમ થશે ત્યારે પશુધન બરબાદ ન થાય તે જોવું જોઇએ જેથી પરમાત્મા પર ખુશ થશે.

પાકિસ્તાનના પશુપાલન કમિશનરે આપ્યો પ્રત્યુતર

રાજેન્દ્ર શાહે કરેલા ઇ મેઇલ અંગે પાકિસ્તાન સરકારના પશુપાલન વિભાગના કમિશનર ડો. મહંમદ અક્રમે પ્રત્યુતર આપતા કહ્યું હતું કે આપે જે પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા કરી છે તેને ધ્યાને લેવામાં આવશે અને જવાબદાર વિભાગને ધ્યાને આ વાત મૂકવામાં આવી છે.

આ પણ વાંચો- Rajkot Rain Update : રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

ભૂતકાળમાં ચીન દ્વારા શ્રીલંકા પાસેથી વાનરો મગાવાયા હતા

રાજેન્દ્ર શાહે દાવો કર્યો હતો કે ચીન પોતાના દેશમાં પશુઓની કત્લ કરે છે. ભૂતકાળમાં ચીન દ્વારા શ્રીલંકા પાસેથી વાનરો મગાવવામાં આવ્યા હતા અને તેનો દુરપયોગ કર્યો હતો, ત્યારે પશુધનને બચાવવા માટે પાકિસ્તાન સરકારે પગલા લેવા જોઇએ. આ નિર્ણયની પશુધનને પણ બચાવી શકાય છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">