VIDEO: ડાંગમાં નદી બે કાંઠે અને મહુવાના ઉમરામાં મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો
દક્ષિણ ગુજરાતમાં મેઘો ઓળઘોળ થયો છે, ત્યારે ડાંગમાં પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાવાની સાથે ચેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે મહુવા તાલુકાના ઉમરા ગામનો મધર ઈન્ડિયા ડેમ પણ નવા વરસાદી નીર આવતા ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અંબિકા નદી બે કાંઠે થઈ છે. જેને લીધે મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમ વખત […]

દક્ષિણ ગુજરાતમાં મેઘો ઓળઘોળ થયો છે, ત્યારે ડાંગમાં પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાવાની સાથે ચેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે મહુવા તાલુકાના ઉમરા ગામનો મધર ઈન્ડિયા ડેમ પણ નવા વરસાદી નીર આવતા ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અંબિકા નદી બે કાંઠે થઈ છે. જેને લીધે મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે.
આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના રાજીનામા પર કર્યો ખુલાસો, મેં આજે કોઈ રાજીનામું આપ્યું નથી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે મધર ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ આ ડેમ પાસે જ કરાયું હતું. જેને કારણે આ ડેમનું નામ મધર ઈન્ડિયા ડેમ પડ્યું હતું. ત્યારે 22 ગામોને પાણી પૂરુ પાડતા મધર ઈન્ડિયા ડેમ છલકાતા લોકો પણ ડેમ નજીક અદભૂત દૃશ્યો જોવા ઉમટી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
