Gujarat Seed Congress 2021: પ્રાકૃતિક ખેતી, નવી ટેકનોલોજી, જિન એડીટિંગ અને ઉદ્યોગના પડકારો પર થઈ ચર્ચા
કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ વિભાગના અધિકારીઓ, ગુજરાત રાજ્યની નામાંકિત બીજ કંપનીઓના અગ્રણીઓ અને 400થી વધુ સિડ કમ્પનીઓના માલિક આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રાઈવેટ બીજ કંપનીઓના અગ્રણીઓએ તેમના પડકારો અને માંગણીઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરી.
ગાંધીનગર: ગુજરાત સ્ટેટ સિડ પ્રોડ્યુસર એસોસિયેશન (Gujarat State Seed Producers Association) દ્વારા ગુજરાત સિડ કોંગ્રેસ 2021નું (Gujarat Seed Congress 2021)આયોજન કરવામાં આવ્યું. ગિફ્ટ સિટી (Gift City)ખાતે સિડ કોંગ્રેસ 2021 અને વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બિયારણના ઉત્પાદનમાં વપરાતી નવી ટેકનોલોજીને (Agriculture Technology)ખેડૂતો સુધી પહોંચાડવાનો હતો.
પ્રાકૃતિક ખેતી, કલાઈમેટ ચેન્જ, નવી ટેકનોલોજી, જિન એડીટિંગ, અને બીજની ગુણવત્તા એવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કૃષિ નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું કે ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી માટે મહત્વનું અને તેમાં સોનાના કણ હોય તેના વૈજ્ઞાનિક પુરાવા છે. કપાસ સૌથી વધારે હૂંડિયામણ કમાવી આપતો પાક છે. જેથી તેમાંપણ ટેક્નોલોજીની મદદથી ઉત્તમ ગુણવત્તાવાળા બીજ વિકસવાની જરૂર છે તેવો મંતવ્ય SSMA ના પ્રમુખ ડૉ. ઢોલરીયાનો હતો.
કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ વિભાગના અધિકારીઓ, ગુજરાત રાજ્યની નામાંકિત બીજ કંપનીઓના અગ્રણીઓ અને 400થી વધુ સિડ કમ્પનીઓના માલિક આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રાઈવેટ બીજ કંપનીઓના અગ્રણીઓએ તેમના પડકારો અને માંગણીઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરી.
ગુજરાત સ્ટેટ સીડ પ્રોડક્શન એસોસિએશનના પ્રમુખ એન.પી.પટેલ દ્વારા ગુજરાતના બીજ ઉદ્યોગની પરિસ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી. તેમને જણાવ્યું કે રાજ્યમાં ૬૫ થી ૭૦ ટકા બીજનું ઉત્પાદન ખાનગી કંપનીઓ કરે છે. અને આ કંપનીઓમાં નાના એકમોનો ભાગ મોટી કંપનીઓ કરતા ઘણો વધારે છે. તેમણે સરકાર સમક્ષ ખાનગી કંપનીઓને પણ સબસીડી અને વિવિધ યોજનાઓનો લાભ મળે તેવી માગણી કરી.
GSSPAના મંત્રી ડોક્ટર પ્રાણજીવન ઝવેરીએ બીજ ઉદ્યોગમાં તક અને પડકારો પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત મોટાભાગના રાજયો અને બિયારણ પૂરું પાડતું આવ્યું છે. પરંતુ હવે બીજા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પણ ગુજરાતને ટક્કર આપી રહ્યા છે. ડોક્ટર ઝવેરી એ જણાવ્યું કે મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અનેક પડકારો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે જો બીજનું સર્ટીફીકેટ એક જ જગ્યાએથી અપાતું હોય તો બિયારણ ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ સબસીડીથી વંચિત કેમ. બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓને વિતરણ સબસીડી પણ નથી મળી રહી છે. ત્યારે આવી નીતિઓ પ્રાઇવેટ ક્ષેત્રને તાળા લગાવે તેવી છે.
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ દ્વારા તેમની ગેરહાજરીમાં વિડીયો સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેમાં કૃષિ પ્રધાનએ સીડ એસોસિએશનના તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને બિયારણએ ખેતીનો સૌથી મહત્વનો હિસ્સો છે તેમ જણાવ્યું હતું. આ ક્ષેત્રે નવા નવા સંશોધન કરવા ખૂબ જરૂરી છે. બીજ ઉત્પાદનની વાત હોય તો ગુજરાત દેશમાં અગ્રેસર છે. અને રિસર્ચ અને ટેક્નોલોજીની મદદથી ખેડૂતોને લાભ અપાવે છે. એસોસિયેશન તરફથી જે પણ પ્રશ્નો છે તેની કૃષિ વિભાગ નોંધ લેશે અને ઝડપી નિકાલ લાવશે તેનું કૃષિ પ્રધાન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજયની પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો માટે મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા ફાળવ્યા
આ પણ વાંચો : કોરોનાના કેસ વઘતા ગુજરાત સહીત આઠ રાજ્યોને કડક પગલાં ભરવા કેન્દ્રની તાકીદ