AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat Summit 2022 : જાણો કેટલા દેશો બન્યા કન્ટ્રી પાર્ટનર આટલી કંપનીઓ થઈ રજીસ્ટર

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં 26 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાવવાના છે. તેમજ અત્યાર સુધી 6245  જેટલી કંપનીઓ પર રજીસ્ટર થઈ છે.

Vibrant Gujarat Summit 2022 : જાણો કેટલા દેશો બન્યા કન્ટ્રી પાર્ટનર આટલી કંપનીઓ થઈ રજીસ્ટર
Vibrant Gujarat Summit 2022 Preparation (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:41 PM
Share

ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં(Mahatama Mandir)જાન્યુઆરી માસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 (Vibrant Gujarat Summit 2022) ને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 26 દેશ કન્ટ્રી પાર્ટનર(Country Partner) તરીકે જોડાવવાના છે. તેમજ અત્યાર સુધી 6245  જેટલી કંપનીઓ(Company) પર રજીસ્ટર થઈ છે. જ્યારે  11579 જેટલા લોકોએ પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધણી કરાવી છે.

યુકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું

જો કે આ વખતે યુકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમ્બર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ, કેનેડા, ઇન્ડોનેશીયા, ઈઝરાયેલ કન્ટ્રી પાર્ટનર બન્યા છે.

ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે

10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે. અગ્રસચિવ રાજીવ ગુપ્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતનો કાર્યક્રમ અગાઉના કાર્યક્રમથી થોડો અલગ છે અને વધારે સારો છે. 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ છે.

સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન ઇવેન્ટ યોજાશે જે અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય યોજાયું નથી. આ ઉપરાંત 10, 11 અને 12 જાન્યુઆરીએ આત્મનિભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6  જેટલા રોડ શૉનું આયોજન કરવામ આવ્યું  હતું.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટની આગામી 10 એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે 27 ડિસેમ્બરના રોજ વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ સોમવારે  પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ (Pre Vibrant Event) અન્વયે 16 MOUs સંપન્ન થયા હતા.

પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં 96  જેટલા MOU થયા

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં 80  MOU થયા છે. આ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ 16 MOU મળી સમગ્રતયા 96  જેટલા MOU પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ ગયા છે. MOU એક્સચેન્જની આ પાંચમી કડીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ તથા MOU કરનારા ઉદ્યોગકારો, રોકાણકારો સહભાગી થયા હતા.

આ પણ વાંચો : રાજયની પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો માટે મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા ફાળવ્યા

આ પણ વાંચો : SURAT : કોરોના કેસોમાં ઉછાળો, ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">