અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડરને 7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવીને આ કામગીરી પૂર્ણ કરવા તરફ કામગીરી શરૂ કરી છે. જેમાં આ ઓપન વેબ ગર્ડર 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે.
અમદાવાદ શહેર(Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) સુધીના મેટ્રો રેલ(Metro Rail) પ્રોજેક્ટના બે ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી ખાતે (Sabarmati)ઓપન વેબ ગર્ડરને(OWG)7 રેલ્વે ટ્રેકની ઉપર ગોઠવીને આ કામગીરી પૂર્ણ કરવા તરફ કામગીરી શરૂ કરી છે. જેમાં આ ઓપન વેબ ગર્ડર 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું છે. આ ગર્ડરને બે વિંચ મશીનનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત હાલમાં અમદાવાદ(Ahmedabad)શહેરને ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતા મેટ્રો રેલ(Metro Rail )ના ફેઝની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેમાં મેટ્રોના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટ સુધીના 28 કિલોમીટરના પર 20 એલિવેટેડ સ્ટેશન હશે. તેમજ સમગ્ર રૂટ એલિવેટેડ કોરિડોરથી બનશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલ મોટેરાથી પીડીપીયુ સુધી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જેમાં એલિવેટેડ કોરિડોર તેમજ 20 સ્ટેશન તૈયાર કરવાની કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે. જ્યારે હાલ મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ ટુમાં મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યો છે.આ અંગે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફેઝ-2 મહત્વના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ અને મહત્વના અન્ય સ્થળોને કનેક્ટ કરશે.
જેમ કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ મંદિર અને છેલ્લે મહાત્મા મંદિર અંતિમ સ્ટેશન હશે. જે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખુબ જ નજીક છે.
મેટ્રો રેલના સેકન્ડ ફેઝની વાત કરીએ તો રૂપિયા 5523 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે. જેમાં એક લાઇન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ( PDPU)અને ગિફ્ટ સિટી(Gift City) ને જોડશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર રુટ પર 20 જેટલા એલિવેટેડ સ્ટેશન હશે.મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવવાનો દાવો કર્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલ મોટેરાથી પીડીપીયુ સુધી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ : બોપલ-ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો 12 દિવસથી હડતાળ પર
આ પણ વાંચો : પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે : CM ભૂપેન્દ્ર પટેલ