Mehsana: ગુજરાત સ્થાપના દિવસની તડામાર તૈયારીઓમાં લાગ્યુ વહીવટી તંત્ર, ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં યોજાશે તરણ સ્પર્ધા

ગુજરાત સ્થાપના દિવસે (Gujarat Foundation Day) સવારે છ કલાકે શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ટુરીઝમ,જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન સાયકલ કલ્બ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ તરણ સ્પર્ધા યોજાવાની છે.

Mehsana: ગુજરાત સ્થાપના દિવસની તડામાર તૈયારીઓમાં લાગ્યુ વહીવટી તંત્ર, ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં યોજાશે તરણ સ્પર્ધા
swimming competition will be held on 1st May at Sharmishtha Lake
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Apr 27, 2022 | 2:11 PM

મહેસાણા (Mehsana) જિલ્લામાં 1 મે, ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) ઉજવણી થવાની છે. વહીવટી તંત્ર દ્વારા તેના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના (Vadnagar) ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડનગરમાં 1 મેના રોજ શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે. ગુજરાતમાં કોઇ તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે એવી આ પ્રથમ ઘટના હશે.

ગુજરાત સ્થાપના દિવસે સવારે છ કલાકે શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ટુરીઝમ,જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન સાયકલ કલ્બ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ તરણ સ્પર્ધા યોજાવાની છે. આઝાદી કા અમૃત મહોત્સવ અને વડનગરનો વારસો કાર્યક્રમ અંતર્ગત ઐતિહાસિક સ્થળોએ ટુરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી આ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. યુવાનોમાં પણ સ્વિમિંગને લઇને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ સ્પર્ધાનું આયોજન ગુજરાત ટુરીઝમ, મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને મહેસાણા ઇન્ડિયન સાયકલ કલબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાના આયોજનમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં કુલ મળીને પાંચ લાખનાં ઇનામો આપવામાં આવશે.

આ તરણ સ્પર્ધામાં 400 મીટર ,800 મીટર અને 2000 મીટર એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. સાથે જ મહિલા અને પુરુષ વર્ગમાં 18 વર્ષથી નાના, 18 થી 39 વર્ષ, 40 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના એમ સ્પર્ધકોની અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે. આ તરણ સ્પર્ધાની ખાસ વાત એ છે કે સ્પર્ધકોની કોઇ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી નથી. આ ઉપરાંત સ્પર્ધકોને રહેવા, જમવા, ચા-નાસ્તા અને સ્વિમિંગ કેપ સહિતની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા જ રાખવામાં આવશે. આ કોમ્પીટિશનમાં દરેક કેટેગરીમાં પાંચ ઈનામો આપવામાં આવશે.

આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં મુંબઇ તથા ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ જેમકે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતમાંથી લગભગ 250 જેટલા રજીસ્ટ્રેશન થઇ ગયા છે. સ્પર્ધકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-

નાયકા દેવી ફિલ્મના કલાકારોએ શક્તિપીઠ અંબાજીમાં ગરબા કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું

આ પણ વાંચો-

Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">