રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો, મહેસાણા- પાટણ વચ્ચે 29 એપ્રિલથી ત્રણ અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 29 એપ્રિલ 2022ના રોજથી આગામી સૂચના સુધી ત્રણ જોડી અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ધીનોજ, સેલાવી, રણુજ અને સંખારી સ્ટેશનો પર રોકાશે. ઉપરોક્ત ટ્રેનોમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરીઝર્વ્ડ કોચ રહેશે.
પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 29 એપ્રિલ 2022ના રોજથી આગામી સૂચના સુધી મહેસાણા-પાટણ( Mehsana) વચ્ચે ત્રણ જોડી અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો(Train) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદ અનુસાર આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.
1. ટ્રેન નંબર 09475/9476 મહેસાણા-પાટણ અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (દૈનિક)
ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી રોજ સવારે 08.30 વાગ્યે ઊપડશે અને 09:20 વાગ્યે પાટણ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન પાટણથી દરરોજ 16:40 વાગ્યે ઊપડશે અને 17:30 વાગ્યે મહેસાણા પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ધીનોજ, સેલાવી, રણુજ તથા સંખારી સ્ટેશનો પર રોકાશે.
2. ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (દૈનિક)
ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ મહેસાણાથી દરરોજ સાંજે 18.05 વાગ્યે ઊપડશે અને 19.00 વાગ્યે પાટણ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09482 પાટણ-મહેસાણા સ્પેશિયલ પાટણથી દરરોજ સવારે 07.30 વાગ્યે ઊપડશે અને 08.20 વાગ્યે મહેસાણા પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ધીનોજ, સેલાવી, રણુજ અને સંખારી સ્ટેશનો પર રોકાશે.
3. ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (દૈનિક)
ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 29 એપ્રિલ 2022 થી અઠવાડિયામાં પાંચ દિવસ (મંગળવાર અને શનિવાર સિવાય) મહેસાણાથી 06.05 વાગ્યે ઊપડશે અને 07.05 વાગ્યે પાટણ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ 30 એપ્રિલ 2022 થી અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવાર અને શુક્રવાર સિવાય) પાટણથી 19:20 વાગ્યે ઊપડશે અને 20:20 વાગ્યે મહેસાણા પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ધીનોજ, સેલાવી, રણુજ અને સંખારી સ્ટેશનો પર રોકાશે. ઉપરોક્ત ટ્રેનોમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરીઝર્વ્ડ કોચ રહેશે.
ટ્રેનો આવવા જવાનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે પેસેન્જર્સ www.enquiry.indianrail.gov.in.પરથી મેળવી શકે છે.
આ પણ વાંચો : Surat : ગોડાદરા વિસ્તારમાં પરિણીતા પર ત્રાસ ગુજારી આત્મ હત્યાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ
આ પણ વાંચો : Surat : કેજરીવાલ પહેલી મેના રોજ આવશે ગુજરાતમાં, સુરતમાં યોજશે વિશાળ રેલી, BTP સાથે જોડાણની તૈયારી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો