નાયકા દેવી ફિલ્મના કલાકારોએ શક્તિપીઠ અંબાજીમાં ગરબા કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું
ગુજરાતી ફિલ્મ નાઇકા દેવી (Naika Devi ) આગામી 6 મે નાં રોજ રીલીઝ થવાં જઇ રહી છે. તે પુર્વે ફિલ્મના મહત્તમ કલાકારો મોડી સાંજે શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા અને નીજ મંદિરમાં દર્શન કરી ફિલ્મની સફળતા માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
શક્તિપીઠ અંબાજી (ShaktiPeeth Ambaji) હવે ફિલ્મ (Film) કલાકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. માં અંબાના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાથી નેતાઓ પણ અંબાજીના દર્શને પહોંચતાં હોય છે. ત્યારે આજે બોલીવુડ (Bollywood) ને પણ માત આપે તેવી ગુજરાતી ફિલ્મ નાઇકા દેવી (Naika Devi ) આગામી 6 મે નાં રોજ રીલીઝ થવાં જઇ રહી છે. તે પુર્વે ફિલ્મના મહત્તમ કલાકારો મોડી સાંજે શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા અને નીજ મંદિરમાં દર્શન કરી ફિલ્મની સફળતા માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. એટલું જ નહીં નાઇકા દેવી ફિલ્મનીં મુખ્ય કલાકાર ખુશી શાહ, મમતા સોની, ચેતન ધૈયા, રાગી જાની, આકાશ ઝાલા, કૌસાંબી ભટ્ટ અને ઓજસ રાવલે માતાજીનાં ચોકમાં ફિલ્મમાં મઠારેલો માતાજીનો ગરબો (Garba) ગાઇને ફિલ્મનું પ્રમોશન કર્યુ હતુ.
આ સાથે માતાજી ઉપર લખાયેલો ગરબો ભટ્ટજી મહારાજનાં હસ્તે લોંચ કરવામાં આવ્યો હતો. આ લોંચિંગ સાથે માતાજીનાં ચાચરચોકમાં કલાકારો દ્વારા ગરબાની રમઝટ પણ જમાવાઈ હતી જેમાં યાત્રીકો સહીત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જોકે ખાસ કરીને નાઇકાદેવી ફિલ્મમાં એક વિરાંગના નાઈકાદેવીની ભૂલાતી વિરાસતને ફરી યાદ કરી નવી જનરેશન સુધી પહોંચાડવાનો પ્રયાસ આ રૂપેરી પદડે કરવામાં આવ્યો છે. આ ફિલ્મના કલાકારો અંબાજી દર્શન કરી સાથે માતાજીનું ફિલ્મી ગીત લોંચ કરી ભારે ખુશી વ્યક્ત કરી હતી અને ફિલ્મનું ટ્રેલર તેમજ ગરબાનું પણ ઓન સ્ક્રીન નિદર્શન કરવામાં આવ્યુ હતુ. તેમજ આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોને અપીલ પણ કરવામાં આવી હતી. જેમ હાલ તબક્કે દર્શકો સાઉથ ફિલ્મોને નિહાળે છે તેજ રીતે અને તેવા જ ઢાળમાં બનેલી આ ફિલ્મને જોઇ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહીત કરવાં અપીલ કરાઇ હતી.
રાણી લક્ષ્મીબાઈ સાથે થાય છે સરખામણી
વીરાંગના નાયકી દેવીની સરખામણી રાણી લક્ષ્મીબાઈ સાથે થાય છે. તે સિદ્ધપુર પાટણના સોલંકી વંશના મહારાણી હતાં, જેમણે વર્ષ 1178માં મહોમ્મદ ઘોરીને પરાજીત કર્યો હતો. વીરાંગના નાયકી દેવી કદંબ રાજ્ય (હાલનું ગોવા) ના મહામંડલેશ્વર, પર્માંડીનાં પુત્રી હતાં. તેમના લગ્ન મહારાજા અજયપાલ સાથે થયાં હતાં. મહારાજા અજયપાલ સિદ્ધરાજ જયસિંહના પૌત્ર તથા કુમારપાળના પુત્ર હતા. એક અંગરક્ષક દ્વારા વર્ષ 1176 માં અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયકી દેવીએ સંભાળી હતી કારણ કે તે સમયે તેમનો પુત્ર મુલરાજ બાળક હતો. મહોમ્મદ ઘોરીને જયારે ખબર પડી કે ગુજરાત પર એક વિધવા રાણીનું શાશન છે ત્યારે તેણે ગુજરાત પર ચઢાઈ કરી દીધી. આ આક્રમણની પહલેથી મળેલ માહિતીનાં આધારે નાયકી દેવીની સેનાએ ગુજરાતની રાજધાની પાટણથી દૂર આબુ પર્વતની તળેટીમાં કયાદરાની નજીક પહોચી ઘોરી સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઘાયલ થયો તથા તેણે પ્રાણ બચાવવા માટે પલાયન કરવું પડ્યું. આ ઘટના પછી ઘોરી એ કદી ગુજરાત ઉપર નજર નાખી નહોતી.
આ પણ વાંચોઃ Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’
આ પણ વાંચોઃ Navsari : તાપી પાર રિવર લીંક પ્રોજેક્ટને લઈ ચીખલીમાં આંદોલન, પ્રોજેક્ટ રદ કરવા માંગ