AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: બે હજાર વર્ષ કરતા વધુ પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો અનોખો મહિમા, આ શિવાલયનો સ્કંદપુરણમાં પણ ઉલ્લેખ

પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર 2000 વર્ષ પ્રાચીન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ ઉલ્લેખ પ્રમાણે જ મંદિરની સ્થાપના થઈ હોવાની માન્યતા છે.

Mehsana: બે હજાર વર્ષ કરતા વધુ પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો અનોખો મહિમા, આ શિવાલયનો સ્કંદપુરણમાં પણ ઉલ્લેખ
Hatkeshvar Mahadev Temple
Manish Mistri
| Edited By: | Updated on: Mar 01, 2022 | 3:05 PM
Share

આજે મહાશિવરાત્રિ (Mahashivaratri)નો પર્વ છે ત્યારે મહેસાણા (Mehsana) જિલ્લાની પ્રાચીન નગરી ગણાતા વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર (Hatkeshvar Temple)માં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાટકેશ્વર દાદાના નામથી ઓળખાતુ આ મંદિર 2000 વર્ષ પ્રાચીન હોવાનું અને સ્વયંભૂ લિંગ હોવાની માન્યતા છે. આ શિવાલયનો સ્કંદપુરણમાં પણ ઉલ્લેખ કરાયો છે. આ મંદિરની રોચક ગાથા વિશે અમે તમને માહિતી આપીશુ.

પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર 2000 વર્ષ પ્રાચીન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ ઉલ્લેખ પ્રમાણે જ મંદિરની સ્થાપના થઈ હોવાની માન્યતા છે. આપણાં વેદોમાં લિંગ પુરાણમાં એક ઉલ્લેખ છે કે “આકાશે તારકેશ્વરમ.. પાતાળે હાટકેશ્વરમ.. મૃત્યુ લોકે મહાકાલમ..લિંગ ત્રય નમોસ્તુતે”. એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે પાતાળલોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુ લોકમાં એટલે કે પૃથ્વીલોકમાં મહાકાલ રૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન અને પૂજનીય છે. આપણી હિન્દૂ સંસ્કૃતિના 18 પુરાણો છે, જેમાંના સ્કંદ પુરાણમાં છઠ્ઠા અધ્યાયમાં નગરખંડમાં હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે હાટકેશ્વર મહાદેવ મંદિર પાછળની દંતકથા?

માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ માતા પાર્વતી અને શિવજીને મહાયજ્ઞમાં આમંત્રણ આપ્યુ ન હતુ તેમ છતાં માતા પાર્વતી ત્યાં પહોંચી જાય છે. ત્યાં પિતા દ્વારા તેમનું અને શિવજીનું અપમાન થતાં તે અગ્નિકુંડની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. આ જ સમયે મહાદેવ ત્યાં આવીને તેમના સળગતા સતીને ઉઠાવીને ત્યાંથી નીકળી જાય છે. શિવજીનો ક્રોધ શાંત કરવા વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્રથી સતીના પાર્થિવ દેહના 51 ટુકડા કરે છે. જે ધરતી પર પડતા 51 શક્તિપીઠ બને છે.

જે બાદ પણ શિવજીનો ક્રોધ શાંત ન થયો. પત્ની શોકમાં ગમગીન શિવજીના ચર્મના વસ્ત્ર પણ નીકળી ગયા હતા અને તેઓ નગ્ન અવસ્થામાં આવી ગયા. મહાદેવના દિવ્ય રૂપથી ઋષિ પત્નીઓ મોહિત થઈ ગઈ અને તેમની પાછળ દોડવા લાગી હતી. જેથી ઋષિમુનીઓએ શિવજીને શ્રાપ આપ્યો કે મારી પત્નીને મોહિત કરીને લઈ જાય છે તેનું લિંગ ખરી જાય. આમ શિવજીનું લિંગ શરીર પરથી છૂટું પડી જાય છે અને સીધું જમીનમાં પેશી અને સાત પાતાળ માના વિટલપાતાળમાં પ્રવેશી જાય છે જ્યાં હાટકી ( હટક એટલે સોનુ )નામની સુવર્ણ નદીમાં લિંગ વહે છે જ્યાં લિંગ પર સુવર્ણ કવચ ચડે છે. ક્રોધ શાંત થયા બાદ શિવજી કહે છે કે અત્યાર સુધી મારા દેહની પૂજા થતી હતી હવે લિંગની પણ પૂજા થશે, ત્યારથી આ શિવલિંગ નું નામ હાટકેશ્વર પડ્યું અને દેવાધિદેવ મહાદેવની સ્થાપના થઈ.

આ શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી છે, જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રામ પણ અહીં આવી દેવાધિદેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાવના ઋષિ ઘાટ પર પિંડદાન કરી હાટકેશ્વર દાદાની પૂજા કરી હતી. તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા શામળશાના વિવાહમાં પધારી શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સ્વયં બ્રહ્માજી દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાઈ છે, ત્યારબાદ આ મંદિરનું નવીન બાંધકામ સોલંકીકાળમાં થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની બાંધકામ શૈલી અન્ય શિવાલય કરતા અલગ તરી આવે છે. અન્ય શિવાલયોમાં શિવલિંગ બાદમાં કાચબાના સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. બાદમાં તેમનું પ્રિય વાહન નંદી બિરાજમાન હોય છે, જ્યારે આ મંદિરમાં શિવલિંગ બાદ બે નંદી બાદમાં કાચબા સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, જેની પણ રોચક કથા સંકળાયેલી છે.

સોલંકીકાળમાં મંદિરનો જીર્ણોદ્ધાર

મંદિરના સોલંકી કાળમાં ખોદકામ દરમિયાન મા બહુચર અને અંબાની મૂર્તિઓ નીકળી હતી અને તેમની અન્ય જગ્યાએ સ્થાપના મંજુર નહતી, જેથી હાટકેશ્વર મહાદેવની બિલકુલ સામે જ આ બન્ને મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી. જેથી શિવ અને આ બન્ને દેવીઓની ગરિમા જળવાય તે માટે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો અને જ્ઞાની ભુદેવોની સૂચનાથી શિવલિંગ બાદ નંદી અને પછી કાચબા સ્વરૂપે ભગવાન વિષ્ણુની સ્થાપના કરવામાં આવી. મંદિરના બાંધકામમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અનેક દેવી દેવતાની મૂર્તિઓ પણ સુંદર કોતરણીઓમાં જોવા મળે છે.

દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે

હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના કુળદેવતા માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનકે દિવાળી વેકેશન, દર સોમવાર તેમજ ચૈત્ર સુદ ચૌદસના દિવસે ભારે ભીડ જોવા મળે છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે હાટકેશ્વર દાદાની જન્મ જયંતિ માનવામાં આવે છે તે દિવસે ભોકતોની વિશેષ ભીડ જોવા મળે છે. શિવરાત્રીમાં હાટકેશ્વર દાદાની વિશેષ પૂજા અર્ચનાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમજ શિવરાત્રીના પવિત્ર દિવસે દાદાની પાલખીયાત્રા ખુબ જ સુંદર રીતે આયોજિત કરવામાં આવે છે. જેમાં વિશેષ પૂજા અર્ચના બાદ સ્વયં ભોળાનાથ સામે ચાલીને ભક્તોને નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શનનો લાભ આપે છે.

આ નગરચર્યા એટલે કે પાલખીયાત્રામાં ભક્તોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળે છે. વડનગરના મુખ્ય માર્ગો પર પાલખી યાત્રા ફર્યા બાદ નિજ મંદિર પરત ફરે છે. ભારતભરના શ્રદ્ધાળુઓને આ સ્થાનક સાથે અતૂટ શ્રદ્ધા સંકળાયેલી છે. અહીં દર્શન માત્રથી સઘળા દુઃખોનો નાશ થાય છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સ્થાનકની શીલકળા અને આબેહૂબ શિવલિંગના દર્શન કરી ભક્તો 12 દ્વાદશ જયોર્તિલિંગના દર્શનની અનુભૂતિ પણ કરે છે.

આ પણ વાંચો- Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની કાર્યવાહી, જાણો કેટલી મિલકતો સીલ કરી

આ પણ વાંચો- Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

g clip-path="url(#clip0_868_265)">