મહેસાણા : એસ.આઇ.એસ પ્રાદેશિક તાલીમ સેન્ટર દ્વારા સુરક્ષા જવાન- સુરક્ષા સુપરવાઇઝર માટે તાલુકાસ્તરે ભરતી શિબિરનું આયોજન
શિબિરમાં પાસ ઉમેદવારો માટે રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસામાં તાલીમ આપી સિક્યુરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લીમાં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી ગુજરાતમાં મળશે.ભારત સરકાર,રાજ્ય સરકાર અને પુરાત્વ,બંદરગા,એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધોગિક ક્ષેત્રે બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવનાર છે.
મહેસાણા : ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લીમિટેડના સહયોગથી મહેસાણા જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇરની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનું આયોજન સવારે 10-00 થી સાંજે 04-00 કલાક સુધી રાખવામાં આવેલ છે. શિબિરમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 21 થી 36 વર્ષ. શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા નાપાસ,ઉંચાઇ 168 સે.મી,વજન 56 કિલો,છાતી 80 થી 85 અને શારીરિક રીતે ઉમેદવાર તંદુરસ્ત હોવો જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજોની ઝેરોક્ષ,પાસપોર્ટ સાઇઝના ફોટા,આધારકાર્ડ અને બોલપેન સાથે હાજર રહેવાનું રહેશે.
મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકા માટે 15 ફેબ્રુઆરીના રોજ કાંસા એન.કે.પટેલ હોલ વિક્રમ સિનેમા સામે વિસનગર,16 ફેબ્રુઆરીના રોજ ઉંઝા તાલુકા પંચાયતમાં,17 ફેબ્રુઆરીના રોજ ખેરાલું તાલુકા પંચાયત,18 ફેબ્રુઆરીના રોજ વડનગર તાલુકા પંચાયત,19 ફેબ્રુઆરીના રોજ સતલાસણા તાલુકા પંચાયત,20 ફેબ્રુઆરીના રોજ મહેસાણા તાલુકા પંચાયત,21 ફેબ્રુઆરીના રોજ કડી તાલુકા પંચાયત,22 ફેબ્રુઆરીના રોજ જોટાણા તાલુકા પંચાયત,23 ફેબ્રુઆરીના રોજ બેચરાજી તાલુકા પંચાયત અને 24 ફેબ્રુઆરીના રોજ વિજાપુર તાલુકા પંચાયત કચેરી ખાતે શિબિરનું આયોજન કરાયું છે
શિબિરમાં પાસ ઉમેદવારો માટે રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસામાં તાલીમ આપી સિક્યુરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લીમાં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી ગુજરાતમાં મળશે.ભારત સરકાર,રાજ્ય સરકાર અને પુરાત્વ,બંદરગા,એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધોગિક ક્ષેત્રે બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવનાર છે.સુરક્ષા જવાનોની સેલેરી રૂ 12 હજારથી 15 હજાર તેમજ સુપરવાઇઝર માટે રૂ 15 હજારથી 18 હજાર સહિત અન્ય સુવિધાઓ માટે દર વર્ષે પગારમાં વધારો,પ્રમોશન,પી.એફ.,ઇ.એસ.આઇ,ગ્રેજ્યુટી,મેડીકલ સુવિધા,બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.
શિબિરમાં આવનાર ઉમેદવારોએ કોરોના રસીના 02 ડોઝ ફરજીયાત રહેશે ઉપરાંત કોરોના મહામારીમાં દરેક ઉમેદવારોએ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત છે તેમ મનોહરસિંહ એસ.એસ.સી આઇ રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા મો.7383077225 ની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : Ahmedabad: આધુનિક હથિયારના પાર્ટ્સના હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે યમન દેશના એક નાગરિકની કરી ધરપકડ