Pakistan : ઇમરાનની પાર્ટીના સાંસદે છૂટાછેડાના દિવસે જ કર્યા ત્રીજા લગ્ન, 49 વર્ષની ઉંમરે 18 વર્ષની છોકરી સાથે કર્યા લગ્ન
લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ અને પાકિસ્તાની સંસદ સભ્ય ડૉ. આમિર લિયાકત હુસૈને 18 વર્ષની સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે.
ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટી પીટીઆઈના સાંસદ અને પાકિસ્તાનમાં લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ ડો. આમિર લિયાકત હુસૈને (Dr. Aamir Liaquat Hussain) 18 વર્ષની છોકરી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. 49 વર્ષીય હુસૈને બુધવારે 18 વર્ષની સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા. ઈમરાનની સત્તાધારી પાર્ટીના સાંસદના આ લગ્નને લઈને પાડોશી દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે જે દિવસે આમિરે લગ્ન કર્યા હતા, તે જ દિવસે પાકિસ્તાની સાંસદે તેની બીજી પત્નીને પણ તલાક આપી દીધા હતા. ડૉ. આમિર લિયાકત હુસૈને ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી પત્ની વિશે લખ્યું, ગત રાત્રે 18 વર્ષની સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા. તેણે આગળ કહ્યું, ‘તે દક્ષિણ પંજાબમાં લોધરનના આદરણીય નજીબ-ઉત-તરૈન સદાત પરિવારની છે.
પાકિસ્તાનના સાંસદે તેમની પોસ્ટમાં તેમની ત્રીજી પત્નીની પ્રશંસા કરી. તેણે આગળ કહ્યું, સૈયદા ખૂબ જ મીઠી, સુંદર, સરળ અને પ્રિય છે. હું મારા તમામ શુભેચ્છકોને અમારા માટે પ્રાર્થના કરવા વિનંતી કરવા માંગુ છું. મેં જીવનના ખરાબ સમયને પાછળ છોડી દીધો છે.
મહિનાઓની અટકળો પછી, ઇમરાનની પાર્ટીના સાંસદની બીજી પત્ની અભિનેત્રી તુબા અમીરે બુધવારે પુષ્ટિ કરી કે તેણે હુસૈન સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે અરજી દાખલ કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન શેર કરતા તુબાએ ખુલાસો કર્યો હતો કે બંને 14 મહિના પહેલા અલગ થઈ ગયા હતા. સમાધાનની કોઈ આશા ન હોવાનું ટાંકીને તુબાએ વધુમાં કહ્યું કે તેણે કોર્ટમાંથી છૂટાછેડા લેવાનું પસંદ કર્યું છે.
તુબા આમિરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ખૂબ જ ભારે હૃદય સાથે હું તમને મારા જીવનમાં બનેલી બધી ઘટનાઓ વિશે જણાવવા માંગુ છું. મારા નજીકના પરિવાર અને મિત્રો જાણે છે કે 14 મહિના પહેલા અલગ થયા પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે અમારી વચ્ચે સમાધાનની કોઈ આશા નથી. તેથી જ મેં કોર્ટમાંથી છૂટાછેડા લેવાનું પસંદ કર્યું.’ તેણે નિવેદનમાં આગળ કહ્યું, ‘હું વર્ણવી શકતી નથી કે તે કેટલું મુશ્કેલ હતું, પરંતુ મને અલ્લાહ અને તેની યોજનામાં વિશ્વાસ છે. હું દરેકને અપીલ કરીશ કે આ મુશ્કેલ સમયમાં મારા નિર્ણયનું સન્માન કરે.’
આ પણ વાંચો –
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડને નાગરિકોને યુક્રેન છોડવાની આપી ચેતવણી, કહ્યું કે સેના મોકલવાનો અર્થ ‘વિશ્વ યુદ્ધ’
આ પણ વાંચો –