Ahmedabad: આધુનિક હથિયારના પાર્ટ્સના હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે યમન દેશના એક નાગરિકની કરી ધરપકડ

Ahmedabad: શહેરમાં આધુનિક હથિયારના પાર્ટ્સના હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. યમન દેશનો નાગરિક અબ્દુલ અઝીઝની ગેરકાયદેસર હથિયારોના પાટ્સના સપ્લાયની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: આધુનિક હથિયારના પાર્ટ્સના હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે યમન દેશના એક નાગરિકની કરી ધરપકડ
ફોટો- આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 11, 2022 | 4:20 PM

Ahmedabad: શહેરમાં આધુનિક હથિયારના પાર્ટ્સના હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચે (Crime Branch) યમન દેશના એક નાગરિકની કરી ધરપકડ છે. 18 થી વધુ ઓટોમેટિક હથિયારના (smuggle modern weapons) પાર્ટ્સ ઝપ્ત કર્યા છે. કોણ છે યમન દેશનો આ નાગરિક જેણે ઘાતક હથિયારોના પાર્ટ્સની હેરાફેરી બનાવ્યો માસ્ટર પ્લાન. જાણો આ વિશેષ અહેવાલમાં. ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ યમન દેશનો નાગરિક અબ્દુલ અઝીઝ ગેરકાયદેસર હથિયારોના પાટ્સના સપ્લાયની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાતમી હતી કે, નરોડા વિસ્તારમાં આવેલી સ્કાય ઇન ટુ હોટલના રૂમ નંબર 211 માં યમનના એક યુવક રોકાયો છે.

જે યુવક ભારતમાં આવી ગેરકાયદેસર રીતે ઓટોમેટિક રાઈફલના પાર્ટસ બનાવડાવી પોતાના દેશમાં સપ્લાય કરવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે અને તેની પાસે રાયફલના અનેક રાઈફલના અનેક પાર્ટ્સ છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે યમનના નાગરિક અબ્દુલ અઝીઝ મોહમ્મદ અલ અઝઝાનીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે હોટલમાં રેડ કરીને આરોપીની સાથે રાયફલ બનાવવાના પાર્ટ્સ જેમાં ગેસ બ્લોક, રાયફલમાં લગાવવામાં આવતા મિકેનિકલ પાર્ટ, રાયફલ જીરોઇંગ કરવાના પાનાં, રાયફલ બનાવવાના ભાગોના પ્લાસ્ટિકના સેમ્પલ સહિત અલગ અલગ 18 જેટલા પાર્ટ્સ, રિપબ્લિક ઓફ યમનના બે પાસપોર્ટ અને 3 મોબાઈલ ફોન સહીત અલગ અલગ કંપનીના કેટલોગ અને ડોક્યુમેન્ટ સહિત રાયફલના જુદા જુદા પાર્ટસના સેમ્પલની ડિઝાઇન કરેલા કાગળો અને જરૂરી દસ્તાવેજો અને ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કર્યું છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

પકડાયેલો આરોપી અબ્દુલઅઝીઝની ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે, પોતાના દેશ યમનમાં હાલ આંતરિક સંઘર્ષના કારણે અસ્થિરતાનું વાતાવરણ છે, જેના કારણે અલગ-અલગ શસ્ત્ર ગ્રુપ જેમાંથી હાઉથી, અલ ઝનબ, અલકાયદા વગેરે એક્ટિવ હોય તેમ જ પડોશમાં સોમાલિયા દેશ આવેલો હોવાથી હાલના સંજોગોમાં યમનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના કારણે હથિયારોની વ્યાપક માત્રામાં જરૂરિયાત હોય અને પોતાને યમનમાં મોહમ્મદ કાસીમ નામનો યુવક મળ્યો હતો જેણે અત્યાધુનિક હથિયારના પાર્ટ્સ કમિશન પેટે 10 ટકા રકમ આપવાની વાત કરી હતી.

પકડાયેલો આરોપી યમનમાં છૂટક મજૂરી અને કેતના પ્લાન્ટની ખેતી કરી ગુજરાન ચલાવે છે, તેના પિતાને હૃદયરોગની તકલીફ હોવાથી વર્ષ 2018 માં મુંબઇ ખાતે સ્ટેન્ટ મુકાવ્યું હતું અને દર વર્ષે મેડિકલ ચેકઅપ માટે મુંબઈ આવવાનું રહેતું હોવાથી પિતાજીની સારવારના બહાને મેડીકલ ચેકઅપ માટે વિઝા મેળવી વર્ષ2021માં યમનથી મુંબઈ આવ્યો હતો અને મુંબઈમાં સીબીડી વિસ્તારમાં આવેલી એક હોટલમાં 28 દિવસ રોકાયો હતો. જે દરમિયાન 19 કે 20 નવેમ્બરના રોજ મુંબઈની એપોલો હોસ્પિટલમાં ચેકઅપ કરાવી પિતાને યમન પરત મોકલ્યા હતા.

જે બાદ યમનમાં મિત્ર મોહમ્મદ કાસીમના જણાવ્યા અનુસાર અત્યાધુનિક હથિયાર રાઇફલના પાર્ટ્સ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. જે બાદ પહેલી જાન્યુઆરીએ તેણે મુંબઈથી અમદાવાદમાં આવીને રાયફલના પાર્ટસના મેઝરમેન્ટ સાથેના ફોટાના આધારે ડિઝાઇન બાબતે ઓનલાઇન સર્ચ કર્યા હતા. જે બાદ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈને તપાસ કરી ઓઢવ જીઆઇડીસી ખાતે આવેલી ડી.કે એન્જિનીયરિંગ કંપનીમાં જઈને સેલ્સમેન તરીકે પોતાની ઓળખાણ આપી હતી તેમજ જુદી જુદી મશીનરીના સ્પેરપાર્ટ બનાવતો હોવાનું જણાવી સૌપ્રથમ રાઇફલના પાર્ટસની જુદી-જુદી ચાર ડાઈ બનાવી હતી, જે ડાઈના આધારે તેણે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી મારુતિ ઇનવ સ્ટીલ કસ્ટ, તેમજ કલ્પેશ અલોયેઝ કંપનીમાં રાયફલ બનાવવાના પાર્ટ્સનો ઑર્ડર આપ્યો હતો. આરોપી આ તમામ પાર્ટ્સ યમનમાં ખાતે મુનિર મોહમ્મદકાસીમને કાર્ગો મારફતે સપ્લાય કરવાનો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ જીઆઇડીસી અને કઠવાડા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં સર્ચ કરી રાયફલ બનાવવાના પાર્ટ્સ રિકવર કર્યા છે. જેમાં એક લાખની કિંમતની રાયફલના પાર્ટ્સ બનાવવાની ડાઈ સહિત અન્ય જુદા જુદા સામાન મળી આવ્યા છે. ત્યારે આ ગુનામાં અન્ય લોકોની સંડોવણી છે કે, કેમ તેમ જ આરોપી છેલ્લા અઢી મહિનાથી ભારતમાં આવ્યો હતો, તે દરમિયાન કોને કોને મળ્યો અને રાઈફલના પાર્ટસ બનાવડાવી યમન ખાતે સપ્લાય કર્યા છે કે, કેમ તેમજ તે આ પ્રકારના અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે

આ પણ વાંચો: IBPS PO Mains Result 2021-22: IBPS PO મેઈન્સનું પરિણામ થયું જાહેર, અહીં સીધી લિંક પરથી કરો ચેક

g clip-path="url(#clip0_868_265)">