Mehsana: બહુચરમાતાના સાનિધ્યમાં નવરાત્રિના ગરબા સહિત શતચંડી હવનનું થશે આયોજન

આદ્યશક્તિ બહુચરાજી માતાજી (Bahuchraji Temple) મંદિરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂર્ણાહૂતિના દિવસે ભાદરવા વદ અમાસના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ કરીને મંદિર સ્વચ્છ કરવામાં આવશે. આ વિધી બપોરે 12-00 વાગે થશે.

Mehsana: બહુચરમાતાના સાનિધ્યમાં નવરાત્રિના ગરબા સહિત શતચંડી હવનનું થશે આયોજન
બહુચરાજી મંદિર ખાતે થશે નવરાત્રિનું આયોજન
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Sep 19, 2022 | 5:57 PM

આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ (Navratri 2022) હવે સાવ નજીક છે ત્યારે માઇભક્તો બેચરાજીના (Bechraji) બહુચર માતાના મંદિર ખાતે પણ નવરાત્રિનો લાભ લઈ શકશે. સાથે જ આ વર્ષે કોરોનાકાળથી રાહત મળી છે ત્યારે બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ  (Bahuchraji Temple) ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રિના દિવસો દરમિયાન વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવશે.

બેચરાજીમાં માતાજીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન

શ્રી આદ્યશક્તિ બહુચરાજી માતાજી (Bahuchraji Temple) મંદિરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂર્ણાહૂતિના દિવસે ભાદરવા વદ અમાસના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ કરીને મંદિર સ્વચ્છ કરવામાં આવશે. આ વિધી બપોરે 12-00 વાગે થશે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે આસો સુદ એકમના રોજ 26 સપ્ટેમ્બરે સવારે 07-30 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. આ ઉપરાંત શતચંડી યજ્ઞનો પ્રારંભ 01 ઓક્ટોબરના રોજ સવારે 09-15 કલાકે થશે, તેમજ તેની પૂર્ણાહુતિ 03 ઓક્ટોબરના આસો સુદ આઠમને સાંજે 04-30 કલાકે થશે.

આધશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેદ્ય આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રિના 12 કલાકે થશે. તેમજ નવરાત્રિના જવેરાનું ઉત્થાપન 05 ઓક્ટોબર,આસો સુદ દશમની બુધવારે સવારે 07-30 કલાકે થશે. માતાજીના દશેરા નિશાન ધ્વજારોહણ આસો સુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે 10-30 કલાકે આયોજિત કરવામાં આવશે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આ ઉપરાંત માતાજીની દશેરાની પાલખીયાત્રા આસો સુદ દશમને બુધવારે 05 ઓક્ટોબરને બપોરે 3-30 કલાકે શ્રી માતાજીની પાલખી બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જશે. આ ઉપરાંત આસો સુદ પૂનમની પાલખી 09 ઓક્ટોબર રાત્રીના 09-30 કલાકે નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.

બહુચરાજી ખાતે નવરાત્રિ દરમિયાન આયોજિત થનારી વિશેષ પૂજા અને કાર્યક્રમ

  1. 25 સપ્ટેમ્બર ભાદરવા વદ અમાસના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ
  2. 26 સપ્ટેમ્બરે સવારે 07-30 કલાકે  નવરાત્રિ ઘટ સ્થાપન પૂજા
  3. 01 ઓક્ટોબરના રોજ શતચંડી યજ્ઞનો પ્રારંભ
  4. 03 ઓક્ટોબરે આઠમના રોજ માતાજીના પલ્લી નૈવેદ્ય રાત્રિના 12 કલાકે
  5. 05 ઓક્ટોબરને સવારે  આસો સુદ દશમે  સવારે 10-30 કલાકે  દશેરાની પાલખીયાત્રા
  6. 09 ઓક્ટોબરે શરદ પૂનમની પાલખી રાત્રીના 09-30 કલાકે  નીકળી શંખલપુર જશે

g clip-path="url(#clip0_868_265)">