Mehsana : શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકના તળાવની અવદશા, બ્યૂટીફીકેશનનું કાર્ય પણ અધૂરું

બહુચરાજી માતાજીના મંદિર(Bahucharaji temple) પાસે અડી ને આવેલ અને ગાયકવાડ સરકારે બંધાવેલ અને હાલમાં મંદિર હસ્તકના તળાવની હાલત પણ બદતર થઈ છે.જેમાં જાણવા મળી રહ્યું છે કે બે થી ત્રણ વાર આ ગાયકવાડી તળાવના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં તો આવી તે પરત ફરી છે.

Mehsana : શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકના તળાવની અવદશા, બ્યૂટીફીકેશનનું કાર્ય પણ અધૂરું
Mehsana Bahucharaji Lake Worst Condition
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jun 12, 2022 | 5:45 PM

ગુજરાતના(Gujarat)મહેસાણામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિર(Bahuchraji Temple)  હસ્તકના અને ગાયકવાડ સરકાર વખતના તળાવની(Lake)  અવદશા સામે આવી છે..આ તળાવ અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. જ્યારે તળાવના બ્યુટીફીકેશન માટે બે વખત ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ બેદરકારીને કારણે તળાવનું બ્યૂટીફીકેશન ના થતાં ગ્રાન્ટ પરત જતી રહી છે.શક્તિપીઠ બહુચરાજીએ સમગ્ર ગુજરાત માં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માનાં દરબારમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 5 વર્ષે થી પણ વધુના સમયથી યાત્રાધામ બહુચરાજી ના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું છે. અનેક ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટ માટે ફાળવવામાં તો આવી પણ સ્થાનિક તંત્રના તે સમયના વહીવટકર્તા ની ઈચ્છા શક્તિના અભાવે સમય મર્યાદા પૂર્ણ થતાં પરત ફરી છે.

બહુચરાજીના વિકાસને ગ્રહણ લાગ્યું

બસ આવી જ પરિસ્થિતિ બહુચરાજી માતાજીના મંદિર પાસે અડી ને આવેલ અને ગાયકવાડ સરકારે બંધાવેલ અને હાલમાં મંદિર હસ્તકના તળાવની હાલત પણ બદતર થઈ છે.જેમાં જાણવા મળી રહ્યું છે કે બે થી ત્રણ વાર આ ગાયકવાડી તળાવના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં તો આવી પણ તે સમયના વહીવટકર્તા ઓ ની નિષ્કાળજીનો ભોગ બની તળાવનું કોઈ નવું કામ શરૂ ના થયું પણ હા બે વાર ખાત મુહૂર્ત ચોક્કસ થયું. બહુચરાજી ના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે બહુચરાજી ના વિકાસને ગ્રહણ લાગ્યું છે.

તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય

મંદિર હસ્તકના આ તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે. આ તળાવની ફરતે આવેલ દુકાનો ના વહેપારીઓ પણ આ તળાવમાં ગંદકી કરવામાં બાકાત ના ગણી શકાય. સ્થાનિક લોકો સાથે અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય. મંદિર હસ્તકના આ તળાવ મંદિર ની બિલકુલ પાસે હોવાથી મંદિરની ગરિમા પણ જળવાઈ રહી નથી ત્યારે તંત્ર દ્વારા હવે ક્યારે પ્રજા હિત માં તળાવનું બ્યુટીફીકેશન ક્યારે હાથ ધરાય છે એ જોવું રહ્યું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
g clip-path="url(#clip0_868_265)">