Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી ડામવા તંત્રનું રાત્રિ મોનિટરિંગ

રાત્રી 3 કલાકે ત્વરીત આદુંદરા દેઉસણા રોડ પરથી બિનઅધિક્રુત સાદીમાટી ખનન કરતુ એક પીળા રંગનુ જે.સી.બી. મશીન નં જી.જે 02 બી.એસ 1349 જપ્ત કરવામાં આવ્યું

Mehsana : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી ડામવા તંત્રનું રાત્રિ મોનિટરિંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 6:56 AM

હાલમાં ઘણી જગ્યાએ ખનીજ ચોરીના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આ બનાવો ફરીવાર નહીં બને અને ખનીજ માફિયાઓ ઉપર તવાઈ લાવી મહેસાણા જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને સૂચનાથી ખનીજ ચોરી અટકાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. ખાસ કરીને રાત્રિ દરમ્યાન પણ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા સતત પેટ્રોલીંગ કરી ખનીજ ચોરીને પકડી પાડવાની કામગીરી હાથ ધરાઇ છે.

જે.સી.બી. મશીન ઝડપ્યું

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શનથી મહેસાણા જીલ્લામાં બિનઅધિક્રુત ખનન, કે વહન પર અંકુશ લાવવા કડી તાલુકામાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, મહેસાણાની ક્ષેત્રીય ટીમ દ્વારા 24 એપ્રિલને સોમવારે રાત્રીના 3 કલાકે ત્વરીત આદુંદરા દેઉસણા રોડ પરથી બિનઅધિક્રૃત સાદી માટી ખનન કરતુ એક પીળા રંગનુ જે.સી.બી. મશીન નં જી.જે 02 બી.એસ 1349 જપ્ત કરવામાં આવ્યું છે. આ જે.સી.બી મશીન હાલ કડી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. જે અંગે પ્રવર્તમાન નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કુલ-10 તાલુકામાં અવારનવાર મળતી હતી ફરિયાદ

મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા જીલ્લામાં આવેલ કુલ-10 તાલુકામાં અવારનવાર આકસ્મિક તેમજ ફરિયાદ મળતાં દિવસ-રાત તપાસ કરી સરકારશ્રીને વર્ષ 2022-23 માં ફાળવેલ લક્ષ્યાંક સામે 138% આવક કરી સરકારી તિજોરીને ફાયદો કરાવ્યો છે. ખાણ ખનિજ વિભાગની ત્વરીત અને અસરકારક કામગીરી ના ભાગરૂપે કહેવાતા ભૂમાફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ

મહેસાણા જીલ્લામાં કલેક્ટરશ્રી એમ નાગરાજન દ્વારા મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને બિનઅધિકૃત ખનન,વહન,સંગ્રહ કરતા તત્વો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ આવી પ્રવ્રુત્તિ પર પુરતો અંકુશ રાખી કડક કાર્યવાહી કરવા ખાસ સૂચન કરાયુ છે જે અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળોએ કામગીરી કરાઇ રહી છે.

આ પણ વાંચો : નકલી હળદરની ફેક્ટરી મળવાના કેસની તપાસ માટે દક્ષિણ ભારત પહોંચી પોલીસ, કોચીમાં ઓલિયોરેઝીન કેમિકલ અંગે તપાસ

આવી અનેક ઘટનાઓ અન્ય જિલ્લાઓમાં પણ સામે આવી છે. ખાસ કરીને ખાણ ખનીજ વિભાગના દરોડા સમયે અધિકારીઓ પર હુમલાના બનાવો પણ સામે આવે છે. જેમાં હાલમજ સુરેન્દ્રનગરમા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કરવાનમી ઘટના સામે આવી હતી.

બેફામ ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર હિંસક હુમલો કર્યોની ઘટના બની હતી. ઘટનાની વાત કરીએ તો લીંબડી-રાજકોટ હાઇવે પર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજ ચોરી અંગે ચેકિંગ કરતા હતા. તે સમયે લીંબડીના સર્કિટ હાઉસ પાસે કારમાં આવેલા 3 અજાણ્યા વ્યક્તિએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અધિકારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">