AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ, વિધાનસભા ગૃહમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યા આંકડા

વર્ષ 2022 - 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ હતી. તો વર્ષ વર્ષ 2021 - 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરવામાં આવી હતી.

Gandhinagar: રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ, વિધાનસભા ગૃહમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યા આંકડા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 10:55 PM
Share

આજે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી , જમીન માપણી તેમજ MSME, શાળાઓની સ્વચ્છતા તેમજ શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્ય હતો. તેમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચામાં જવાબ રાજ્યમાં થયેલી ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40,483 કેસ નોંધાયા છે વિધાનસભામાં આપવામાં આવેલા અન્ય આંકડા આ મુજબ છે.

રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે જો વર્ષ પ્રમાણે જોઈએ તો

  1. વર્ષ 2018 – 19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ
  2. વર્ષ 2019 – 20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત કરાઈ
  3. વર્ષ 2020 – 21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત કરાઈ
  4. વર્ષ 2021 – 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરાઈ
  5. વર્ષ 2022 – 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ

રાજ્યમાં નવી 21 નવી GIDCની જાહેરાત

વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુ, કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી GIDC બનશે. GIDC બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે.

MSME ઉદ્યોગો અને કોલસા કૌભાંડ અંગે અમિત ચાવડાએ આપ્યું નિવેદન

અમિત ચાવડાએ MSME ઉદ્યોગો અને કોલસા કૌભાંડ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં MSME ઉદ્યોગો જ સૌથી વધુ રોજગારી આપે છે અને સરકાર મોટા ઉદ્યોગોને મોટી ખેરાત કરી MSME ને અવગણે છે તેમજ તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં MSME કમિશ્નર ની જગ્યા લાંબા સમયથી ખાલી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે 60 લાખ ટન કોલસાનો બારોબાર વહીવટ થઇ ગયો અને 6 હજાર કરોડનો કોલસા ભ્રસ્ટાચાર કોને કર્યું એ અમારો પ્રશ્ન છે. જેનો જવાબ અમને મળ્યો નથી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">