Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો
આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું.
Mehsana : સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું (Health fairs)આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઊંઝા (Unjha)તેમજ વડનગર ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુંભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઊંઝા. એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી.
આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ મેળામાં વ્યક્તિઓનો લેબોરેટરી સેવાનો લાભ લીધો હતો. કેમ્પના દિવસે લાભાર્થીઓના હેલ્થ આઇ.ડી. બનાવવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન પી.એમ.જે.એ.વાય. – એમ. એ. યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રીન્યુ કરવાની કામગીરીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર લેબોરેટરી તપાસ,બિનચેપી રોગો અને રોગોની પ્રાથમિક તપાસ,કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો નિદર્શન,બીપી અને રક્તપિત્ત નિદાન સારવાર અને જાગૃતિનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આરોગ્ય સ્ટાફ અને ઉંઝા શહેર અને તાલુકાના નાગરિકોએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલના રોજ વિસનગર જી.ડ઼ી હાઇસ્કુલ ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે સહિત 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાનાર છે.
આ પણ વાંચો :Parineeti Chopra in Farm: ગ્લેમરની દુનિયા છોડીને ખેતરમાં પહોંચી આ અભિનેત્રી, શાકભાજી સાથે શેયર કરી આવી તસવીર