Mehsana: રાજ્ય સરકારના ટેલિફોનિક આદેશ બાદ મા કાર્ડ કેન્દ્રો બંધ કરાયા, લાભાર્થીઓ અટવાયા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ કેન્દ્રો પર મા કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ 10 તાલુકના તમામ 10 મા કાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા.

| Updated on: Jun 02, 2021 | 10:09 PM

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ કેન્દ્રો પર મા કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ 10 તાલુકના તમામ 10 મા કાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ માટે ટેલિફોનિક આદેશ આપવામાં આવ્યા છે.

મા કાર્ડ કેન્દ્રો બંધ થઈ જવાથી લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નવા કાર્ડ કઢાવવાની અને રિન્યુ કરવાની કામગીરી બંધ થવાથી અનેક લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં મા કાર્ડની રીન્યુ અને નવા કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. મહેસાણા જિલ્લાના મા કાર્ડ કેન્દ્રો ઉપર મા કામગીરી બંધ થતાં જ એજન્સી સંચાલકો અટવાઈ ગયા છે. મા કાર્ડ કઢાવવા આવતા લાભાર્થીઓને પણ કેન્દ્રો ઉપર ધક્કો થાય છે.

લોકો કેન્દ્રો પર ધક્કા ખાઈ પરત ફરી રહ્યા છે, તો આ તરફ હોસ્પિટલ માં એડમીટ હોય અને કાર્ડની સમયમર્યાદા પૂર્ણ થઇ હોવાથી હોસ્પિટલ પણ હાથ ઉપર કરી રહ્યું છે. કાર્ડ રીન્યુની કામગીરી બંધ થતા લોકો પર ધરમ સંકટ આવી પડ્યું છે અને સરકાર ઝડપથી સેવા ફરી શરૂ કાર્યરત કરે તેવી માગ થઈ રહી છે.

સરકાર દ્વારા મા કાર્ડની સેવા બંધ કરાતા સ્થાનિકો સહીત ખાનગી એજન્સીના ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. દરરોજ 25 થી 30 લોકો સેન્ટર પર આવી ધક્કા ખાય છે અને તેમને જવાબ આપવો પણ મુશ્કેલ થાય છે. સરકારના આ નિર્ણયથી ઓપરેટરો પણ બેકાર બન્યા છે. કોરોનાકાળમાં મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવતા 12 જેટલા ઓપરેટરો બેકાર થયા છે .

કોરોનાની સારવારમાં માં કાર્ડ સેવા ચાલુ કરવાની જાહેરાત સરકારે કરી હતી. તો આ તરફ કાર્ડની કામગીરી બંધ કરી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">