Mehsana : ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ધરતીપુત્રો ખુશખુશાલ
ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ચાલુ વર્ષે 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સારી તેજી જોવા મળતા ખેડૂતો અને વેપારીઓ ખુશખુશાલનો માહોલ જોવા મળ્યા છે. માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા મોટી સંખ્યામાં લોકો જીરૂ વેચવા આવી રહ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ચાલુ વર્ષે 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો કોઈ પાર નથી. છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં 20 કિલોએ રૂપિયા બે હજારની તેજી જોવા મળી છે.
આ પણ વાંચો : Mehsana: કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ-આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરાયું, નાગરિકોની સુવિધામાં વધારો
જીરુના ભાવ સારા મળતા ખેડૂતોમાં હર્ષની હેલી
કમોસમી વરસાદના કારણે જીરુ તેમજ અન્ય મસાલાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ ખાબક્તા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જીરાના ભાવમાં વધારો થયો છે. વેપારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જીરુ, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં ભાવનો વધારો થવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જીરાના પાકનું ઓછુ ઉત્પાદન થયુ છે. જેથી ગુણવત્તાવાળા પાકના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો અને વેપારીઓ પણ જીરુ તેમજ અન્ય મસાલાનું ખરીદ- વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.
વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવનારાનો પર્દાફાશ
આ અગાઉ મહેસાણાના ઉંઝાના મકતુપુરમાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવતાનો પર્દાફાશ કર્યો હતો. વરિયાળી ઉપર કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવતા હતા. જો કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરી હતી. રૂપિયા 99 હજારથી વધુનો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. પટેલ ધર્મેન્દ્ર અંબાલાલ ઉર્ફે ધમાનું ગોડાઉન હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ.
ક્યાંક તમે નકલી જીરાનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને ?
જો ભારતીય ભોજનમાં મસાલાનો ઉપયોગ કરવામાં ના આવે તો સ્વાદ ફીકો પડી જાય છે, તેથી જ હળદર, કાળા મરી, લાલ મરચું અને ઈલાયચી જેવા ઘણા મસાલા રસોઈ બનાવવામાં વપરાય છે અને આમાંથી એક જીરું છે. તે ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સાથે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો નકલી જીરુ આરોગવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચતુ હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…