Mehsana: 21 જૂનના રોજ મોઢેરાના સૂર્યમંદિરમાં થશે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી, જિલ્લામાં 2,638 સ્થળોએ 5 લાખ કરતા પણ વધારે યોગ અભ્યાસુઓ જોડાશે

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે (Udit Agarwal) જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર આપણી ધરોહર છે. જિલ્લા કક્ષાના યોગ દિવસની (Yoga day) ઉજવણી સૂર્યમંદિર ખાતે થવાની છે.

Mehsana:  21 જૂનના રોજ મોઢેરાના સૂર્યમંદિરમાં થશે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી, જિલ્લામાં 2,638 સ્થળોએ 5 લાખ કરતા પણ વધારે યોગ અભ્યાસુઓ જોડાશે
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે યોગ દિવસની ઉજવણી વિશે આપી માહિતી
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:36 AM

યોગ (Yoga) એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે. મહેસાણામાં (Mehsana) જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી મોઢેરામાં થશે.

મોઢેરામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

મહેસાણા જિલ્લામાં યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 2,638 સ્થળો યોગ દિવસની ઉજવણી થવાની છે, જેમાં 5,35,800 યોગ અભ્યાસુઓ જોડાવાના છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાવાનો છે.જેમાં 5,000 યોગ અભ્યાસુઓ જોડાવાના છે.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત 11 તાલુકા કક્ષાના સ્થળોમાં 5,700 અને 07 નગરપાલિકના સ્થળોમાં 3,500 નાગરિકો યોગ કરશે. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3,36,000 વિધાર્થીઓ પણ યોગ કરશે. જેમાં 1238 પ્રાથમિક શાળાઓ, 351 માધ્યમિક શાળાઓ, 43 કોલેજો, 10 આઇ.ટી. આઇ અને 02 વિશ્વ વિધાલયોમાં યોગ થવાના છે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ 600 સ્થળોમાં 1,25,000 નાગરિકો યોગ કરશે. આ ઉપરાંત 57 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11400 સહિત 295 પેટા આરોગ્ય કેન્દ્રોમાં 44200 યોગ શિબિરમાં જોડાશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસ હેડ ક્વાટર્સમાં યોગ શિબિર યોજાશે

મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સમાં પોલીસ વિભાગ દ્વારા યોગ શિબિર યોજાશે. જેમાં 3,000 પોલીસ કર્મીઓ સહિત નાગરિકો જોડાશે. આ ઉપરાંત 22 પોલીસ સ્ટેશન અને જેલના સ્થળોમાં 2,000 કર્મીઓ યોગમાં ભાગ લેશે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ ઉજવણીના કાર્યક્રમના સહભાગી દૂધ સાગર ડેરી છે. આ ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં અદાણી એકમનો સહયોગ મળશે. જિલ્લાના તાલુકા સ્થળોમાં મહેસાણા તાલુકામાં સાર્વજનિક હાઇસ્કૂલ, ઉંઝા તાલુકામાં એમ.એચ.પટેલ ગજાનન હાઇસ્કૂલ ઐઠોર,વિસનગરમાં સ્વામી નારાયણ ગૂરૂકુળ વિદ્યાલય કાંસા, કડીમાં કલ્યાણપુરા હાઇસ્કૂલ, બેચરાજીમાં બહુચરાજી માતાજી મંદિર (પ્રતિકાત્મક સ્થળો),જોટણા તાલુકામાં શ્રી રામ સર્વ વિધાલય, ખેરાલુમાં મ્યુનિસિપલ હાઇસ્કૂલ, વડનગરમાં કિર્તી તોરણ (પ્રતિકાત્મક સ્થળ) અને સતલાસણામાં ધરોઇ ડેમ અને તારંગા હિલ સ્ટેશન (પ્રતિકાત્મક સ્થળો)એ કાર્યક્રમ યોજાવાનો છે.

મહેસાણા જિલ્લાના નગરપાલિકા સ્થળોમાં મહેસાણા ખાતે ફાયર સ્ટેશન,વિસનગર એમ.એન.કોલેજ, વિજાપુરમાં રામ બાગ, વડનગરમાં નવોદય વિદ્યાલય,કડીમાં રતીલાલ મગનલાલ પટેલ મ્યુનિસપલ ગ્રાઉન્ડ કડી, ઉંઝામાં એ.પી.એમ.સી ઉંઝા અને ખેરાલુંમાં નગરપાલિકા ગાર્ડન ખેરાલું ખાતે યોગ દિવસની ઉજવણી થશે.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર આપણી ધરોહર છે. જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સૂર્યમંદિર ખાતે થવાની છે. આ ઉપરાંત ધરોઇ ડેમ,કિર્તી તોરણ,તાંરગા હિલ બેચરાજી મંદિર સહિત તાલુકા અને શહેરી સ્તરે પ્રતિકાત્મક સ્થળોએ, આઇ.ટી.આઇ, શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય કેન્દ્રો,ગ્રામ્ય સ્તરે, શાળા અને કોલેજોમાં યોગ દિવસની ઉજવણી થવાની છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લા કક્ષાના મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેવારા છે.જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 05-45 થી શરૂ થવાનો છે, જેમાં મહાનુંભાવોનું આગમન,સ્વાગત,વ્યક્તવ્યો માન વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિત યોગનો કાર્યક્રમ થવાનો છે.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મિડીયાના માધ્યમથી મહેસાણા જિલ્લામાં યોગ દિવસની ઉજવણીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો જોડાય તે માટે નાગરિકોને અપીલ કરી હતી. યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, નાયબ માહિતી નિયામક પારૂલબહેન મણીયાર સહિત મિડીયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">