Mehsana : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો
મહેસાણા જિલ્લાના સ્વાંત્ર્ય સેનાનીઓ તેમજ તેમના પરીજનાનોનું સ્વાગત જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો.

Mehsana: મહેસાણા જિલ્લાના સ્વાંત્ર્ય સેનાનીઓ (freedom fighters) તેમજ તેમના પરીજનાનોનું સ્વાગત જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. સ્વાંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ કાંટાળી કેડી પર ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના દ્વારા આઝાદીનું પુષ્પ ખીલવ્યું એવા મહેસાણા જિલ્લાના સ્વાતંત્ર્ય વીર તેમજ તેમના પરીવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન આપી દીધું ત્યારે આપણે સ્વતંત્ર છીએ અને સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવીએ છીએ, જો કે આપણે દેશ પ્રત્યેની જવાબદારમાંથી મુક્ત ન થવું જોઈએ. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી પ્રેરણાલઇ હંમેશા તૈયાર રહેવું જોઈએ.
આ પણ વાંચો Gujarati Video : બહુચરાજી મંદિરની શિખરની ધ્વજા 86.1 ફૂટ કરવાનો નિર્ણય
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે નિષ્ઠા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ અને તેમની બહાદુરીને આજે આપણે યાદ કરી બીરદાવીએ છીએ. એમના બલિદાનની ભાવનાથી નવી પેઢીમાં પણ રાષ્ટ્રવાદ પ્રત્યેની ભાવના જાગશે. તેમજ તેમને પૂર્વજોના સંઘર્ષથી જ આપણે લોકશાહી મેળવી શક્યા છીએની સમજ આવશે. તમામ સ્વાતંત્ર્યવીરો આપણા જિલ્લાનું ગૌરવ છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓના પરીવારજનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું
જિલ્લા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે આજનો દિવસ તંત્ર માટે ગરીમાપૂર્ણ દિવસ છે. આજે સ્વાત્ર્ય સેનાની તેમજ તેના પરીજનનોનું સ્વાગત અને સન્માન કરવાની તક મળી જે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આ પ્રસંગે વિજાપુરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.નાનાલાલ ગિરધરલાલ, ખરોડના સ્વ.જેઠાભાઇ કાળીદાસ પટેલ, હિરપુરાના સ્વ.ત્રિભોવનદાસ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરીવારજનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
વિસનગરના 102 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની ચાવડા બબલદાસ બેચરદાસનું સન્માન કરાયું
આ ઉપરાંત મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા 102 વર્ષીય ચાવડા બબલદાસ બેચરદાસનું પણ સન્માન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની ચાવડા બબલદાસ બેચરદાસે સ્વાંત્ર્ય સંગ્રામની વાતો રજૂ કરી હતી. આ ઉપરાંત સ્વાત્ર્ય સેનાની પરીજનોએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાની શબ્દ અમારા પરીવારમાં આવેલ છે જે માટે અમે અમારી જાતને ગૌરવ અનુભવીએ છીએ. પરીજનોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમને કરેલી વાતોની ગાથા વાગોળી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય કરશનભાઇ સોલંકી સહિત સ્વાતંત્ર્ય વીરોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા