મહેસાણાના નાગલપુર વિસ્તારમાં જર્જરિત દિવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો છે. નાગલપુરના પુનિત નગર પાસે જર્જરિત દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ નીચે એક વૃદ્ધા સહિત બે લોકો દટાયા હતા. જેમાં એક વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે લઇ જવાયા છે.