Mehsana : આઠમા વિશ્વ યોગ દિવસની તૈયારીઓ શરૂ, જિલ્લા કલેકટરની હાજરીમાં યોજાઇ સમીક્ષા બેઠક
મહેસાણા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના (Udit Agrawal) અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
સામાન્ય રીતે ‘યોગ’ (Yoga) એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષ 21 જુનના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે.
મોઢેરા સૂર્યમંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી
મહેસાણા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના (Collector Udit Agrwal) અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લાના પ્રતિકાત્મક સ્થળો પૈકી મોઢેરા સૂર્યમંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉપરાંત પ્રતિકાત્મક સ્થળ પૈકી ધરોઇ ડેમ ખાતે પણ યોગ દિવસની ઉજવણી થનાર છે. મળતી માહિતી મુજબ તાલુકા અને શહેરી સ્તરે પ્રતિકાત્મક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર (Modhera Temple) આપણી ધરોહર છે.તેથી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સૂર્યમંદિર ખાતે થશે. આ ઉપરાંત ધરોઇ ડેમ અને બેચરાજી મંદિર સહિત તાલુકા અને શહેરી સ્તરે પ્રતિકાત્મક સ્થળોએ, આઇ.ટી.આઇ, શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય કેન્દ્રો,ગ્રામ્ય સ્તરે, શાળા અને કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યુ હતુ કે,મહેસાણા જિલ્લામાં યોગ દિવસની ઉજવણીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો જોડાય તે જરૂરી છે.સાથે જ જિલ્લા કલેકટરે યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન માટે વિવિધ સૂચનો કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓને (Officers) જરુરી સૂચનાઓ તથા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક-આધ્યાત્મિક સંસ્થાઓ સાથે મળી બહોળી સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જણાવવમાં આવ્યુ હતુ.તમને જણાવી દઈએ કે, આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી (District dev. officer) ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લા પૂરવઠા અધિકારી સહિત જિલ્લાના સંલ્ગન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.