AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મહેસાણા નગરપાલિકાએ બાકી મિલકતવેરો ધરાવતા લોકો પર કરી લાલ આંખ, જુઓ Video

મહેસાણાની પોસ્ટ ઓફિસ, સરકારી શાળાઓ, તેમજ અન્ય સરકારી કચેરીઓનો અંદાજે 70 લાખનો મિલકતવેરો બાકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 1:28 PM
Share

બાકી મિલકતવેરો ધરાવતા નાગરિકો સામે મહેસાણા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. સમગ્ર શહેરમાં વેરા વસૂલાત માટે લોકોને ધડાધડ નોટિસ ફટકારી તવાઇ બોલાવવામાં આવી રહી છે. પરંતુ મહેસાણાની જ કેટલીક સરકારી કચેરીઓ એવી છે કે જેમણે છેલ્લા 5 વર્ષથી મિલકતવેરો ભર્યો નથી.

આ પણ વાંચો :Mandi : મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 7610 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

મહેસાણાની પોસ્ટ ઓફિસ, સરકારી શાળાઓ, તેમજ અન્ય સરકારી કચેરીઓનો અંદાજે 70 લાખનો મિલકતવેરો બાકી છે. જો કોઇ સામાન્ય વ્યક્તિ વેરો ન ભરે તો પાલિકા પાણી-ગટર સહિતના કનેક્શન કાપી નાખી સીલ કરવા સુધીની કાર્યવાહી કરતી હોય છે.

જ્યારે આ કચેરીઓ પાસેથી વેરા વસૂલાત માટે મહેસાણા પાલિકા ફક્ત માગણીપત્ર મોકલી કાર્યવાહી કર્યાનો સંતોષ માની રહી છે. ત્યારે હવે આ મામલે પાલિકાએ રાજ્ય સરકારની વેરા પ્રોત્સાહક વળતર યોજનાની જાહેરાત કરી છે. જેમાં વેરો ભરનારને પેનલ્ટી માફી સહિતના લાભ આપવામાં આવશે.

પોરબંદર પાલિકા વેરા વસુલાત સામે નાગરિકોએ કર્યા સવાલ

તો બીજી તરફ પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી હતા કે લોકોના પાણીનું કનેક્શન જ કાપી નાખવાની જાહેરાત કરી હતી. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી હતી. પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું હતું. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા હતાં.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">