કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી મુદ્દે આખરે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ, 4 લોકોના થયા હતા મોત

કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની વધુ એક ઘટનાનો મુદ્દો જેને લઇ સમગ્ર મામલે આખરે મહેસાણાના વસાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Manish Mistri
| Edited By: | Updated on: May 04, 2023 | 9:52 AM

ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં લોરેન્સ નદી પાર કરતી વખતે બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે તેમાં સવાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક પરિવાર મૂળ મહેસાણાનો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આખરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, જે તે સમયે કુલ 8 લોકોના મોતની ખબર સામે આવી હતી. જેમાં 4 લોકો ગુજરાતના હોવાનું પણ સામે આવ્યું હતું.

ચૌધરી પરિવાર સાથે બની ઘટના

કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી દરમ્યાન 4 વ્યક્તિના મોતનો મુદ્દો ફરી ભાર આવ્યો છે. કેનેડા થી ગેરકાયદે અમેરિકા જવા એક પરિવાર નીકળ્યો હતો. ત્યારે બનેલી ઘટનામાં એક માસ પહેલા વસાઈ માણેકપુરા ના ચૌધરી પરિવારનું મોત થયું હતું. સમગ્ર મામલે આખરે વસાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ
કરી તપાસ શરૂ કરી છે.

એજન્ટ દ્વારા આ ગુજરાતી પરિવારને વિદેશ જ્વાની લાલચ આપી હતી અને વ્યક્તિ દીઠ 15 લાખ પડાવ્યા હતા. વડાસણ ના વિહોલ નિકુલજી શમરુંસિંહ, વિહોલ સચિન ગજેન્દ્રસિંહ અને દઢીયાળના ચાવડા અર્જુનસિંહ રણજીતસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એજન્ટના કહેવાથી અનિચ્છાએ હોડીમાં બોર્ડર ક્રોસ કરવા પ્રયત્ન કર્યો

આ એજન્ટો એ ફરિયાદી ચૌધરી અશ્વિનભાઈ વેલજીભાઈ પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા. 60 લાખમાં કેનેડા થી અમેરિકા બોર્ડર ક્રોસ કરાવવા વાયદો કર્યો હતો. એજન્ટ ના કહેવાથી ખરાબ વાતાવરણમાં જબરજસ્તી અનિચ્છાએ હોડીમાં બોર્ડર ક્રોસ કરાવા પ્રયત્ન કર્યો હતો. જે બાદ આ ઘટના ઘટી હતી.

ઘટના સમયે રાત્રે પશ્ચિમ કેનેડામાં ન્યૂયોર્ક બોર્ડર પાસે ક્યુબેકમાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 8ના મોત થયા હતા. જેમાં તપાસ દરમિયાન 6 મૃતદેહ અને ત્યારા બાદ બીજા દિવસે વધુ 2 મૃતદેહ મળી આવ્યા હોવાના રિપોર્ટ્સ આપ્યા હતા. હોળી ઊંધી પડી જતા પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. મહત્વનુ છે કે અહી હતી કેનેડા અને કેનેડા થી અમેરીકા જવા માટે કોણે કોણે મદદ કરી સાથે કોણ કોણ એજન્ટ આ ઘટનામાં જોડાયા છે તે અંગે પણ હવે તપાસ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવશે.

ટેક્સી મારફતે આ તમામને અમેરિકા ઘુસાડવાનું હતું સેટિંગ

આ સમગ્ર રેકેટમાં કેનેડાથી અમેરિકા જવાના વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા નક્કી થયા હતા. મહત્વનુ છે કે કેનેડામાં 5 વર્ષથી રહેતા સચિન વીહોલ નું ટેક્સી મારફતે આ તમામને અમેરિકા ઘુસાડવાનું સેટિંગ હતું તેવી વાત સામે આવી છે. આ અંગે ડિલ નક્કી થઈ એ સમયે સચિન વિહોલ વડાસણ હતો. જોકે ડીલ બાદ સચિન વિહોલ કેનેડા જઈને અમેરિકા જવાના સેટિંગ ની વ્યવસ્થા કરી હતી.

આ ગતનામાં મૃત્યુ પામેલો પરિવાર મહેસાણા જીલ્લામાં માણેકપુરા ખાતે રહેતો હતો. જેમાં પરિવારમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ (50વર્ષ), ચૌધરી દક્ષાબેન પ્રવીણભાઈ (45 વર્ષ), ચૌધરી વિધીબેન પ્રવીણભાઈ (23 વર્ષ), ચૌધરી મિતકુમાર પ્રવીણભાઈ (20 વ) આ તમામ નું મોત નીપજયું હતું.

23 માર્ચ 2023 એ નિકુલ અને અર્જુનસિંહને ડીલ મુજબ આપ્યા હતા રૂપિયા

મૃતક પરિવાર ગત 3 જાન્યુઆરી એ કેનેડાના ટોરેન્ટો પહોંચી એરપોર્ટ પાસેની હોટલમાં રોકાઈ કોલ કર્યો હતો. આ બાદ એજન્ટ નિકુલસિંહાએ મૃતક પરિવારની વિનીપેંગ યુલ મોન્ટરિયલ જવાની ટીકીટ બુક કરાવી હતી. 23 માર્ચ 2023 એ નિકુલ અને અર્જુનસિંહ ને ડીલ મુજબ 60 લાખ ભોગ બનનારે આપ્યા હતા. જોકે 23 માર્ચે મૃતક પરિવાર વિનીપેંગ યુલ મોન્ટરિયલ પહોચ્યું. જ્યાં લાઈન ક્લિયર નહિ થતા સચીને મૃતક પરિવાર ને એક સપ્તાહ ફેરવ્યા હતા.

આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં 8 લોકોના મોત, મરનારાઓમાં 4 ભારતીયોનો પણ સમાવેશ

30 માર્ચે 2023 એ ટેક્સીની જગ્યાએ હોડીમાં બેસી બોર્ડર ક્રોસ કરવા તેમને જણાવવામાં આવ્યું હતું. જોકે પરિવાર આ બાબતે મનાઈ કરવા છ્તા એજન્ટે ધ્યાન નહિ આપતા આખરે બોટ મારફતે અમેરિકા જવા પરિવાર રવાના થયો હતો. જોકે દરમ્યાન વિધિ ચૌધરીનો કોલ પણ આવ્યો હતો કે હોડી વારંવાર બંધ પડી જાય છે. જેની 30 મિનિટ બાદ હોડી સાથે સંપર્ક તૂટી જતાં નિકુલ માત્ર આશ્વાશન આપતો રહ્યો. નિકુલસિંહ એ તો મૃતક પરિવાર અમેરિકા પહોંચી ગયો અને પોલીસે પકડી લીધા હોવાનું જણાવી દીધું હતું. બાદમાં એજન્ટ નિકુલ કે અર્જુન કે સચિન એ પણ ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું.

ગેરકાયદે વિદેશ મોક્લવાના કૌભાંડ વારંવાર સામે આવી રહ્યા છે. જેમાં હાલનો ચર્ચિત મહેસાણાનો કેસ કે જેમાં હવે ગુજરાતમાં ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ એજન્ટ દ્વારા આચરવામાં આવેલા ગેરકાયદે કામોનો પણ પર્દાફાશ કરશે. વસાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">