મહેસાણાના વિજાપુરમાંથી દિવાળી ટાણે અખાદ્ય તેલ અને ઘીનો જથ્થો ઝડપાયો, 2 સ્થળે દરોડા
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 3.69 લાખનુ અખાદ્ય તેલ અને 1.39 લાખ રુપિયાની કિંમતનુ અખાદ્ય ઘી ઝડપાયુ હતુ. દિવાળીના તહેવારો ટાણે જ ભેળસેળ વાળુ ઘી અને તેલનો જથ્થો ઝડપાયો છે. વિજાપુરમાં જૂના માર્કેટ યાર્ડમાં શિવ ટ્રેડિંગ કંપનીમાં અશોક હરેશ મહેશ્વરી અને અલ્પેશ સુખડીયાને ત્યાં દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વિજાપુરમાં 2 સ્થળો પર દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત બનાવટી અને અખાદ્ય ઘીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. વધુ એક દરોડામાં અખાદ્ય ઘી અને તેલનો જથ્થો હાથ લાગ્યો છે. આટલા દરોડા અને આટ આટલી કાર્યવાહી છતા, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓમાં કોઈ જ કમી આવી રહી નથી. બિન્દાસ્ત હોય એમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા રુપ અખાદ્ય તેલ અને ઘીનો જથ્થો સીઝ કરી દીધો છે. આ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ રીક્ષામાં ફરીને આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ બાયડમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકને અડફેટે લઈ ટ્રક ફરાર, જુઓ CCTV વીડિયો
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 48 કલાકથી સતત તપાસ કર્યા બાદ આખરે દરોડાની કાર્યવાહી કરવી હતી. વિજાપુરમાં આવેલ ખત્રી કૂવા વિસ્તારમાં શિવ ટ્રેડિંગ નામની દુકાનમાં દરોડો પાડીને જ્યાંથી 3 લાખ 70 હજારનો તેલનો હલકી ગુણવત્તાનો જથ્થો સીઝ કર્યો હતો. અશોક મહેશ્વરની દુકાનમાંથી હાથ લાગેલ આ જથ્થાને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. જ્યારે શાકુન્તલા કોમ્પલેક્ષમા આવેલ પ્રમાણિક નમકીનમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો હાથ લાગ્યો હતો. અલ્પેશ સુખડીયાની આ પેઢીમાં અપ્રાણિકતા લોકોની સાથે આચરાતી હોય એમ હલકી ગુણવત્તાના ઘીનો જથ્થાને સીઝ કરીને તંત્રએ કાર્યવાહી કરી છે. 1 લાખ 39 હજારના ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

